શોધખોળ કરો
Advertisement
છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં નોંધાયા 152 કોરોના પોઝિટીવ કેસ, જાણો વિગતો
છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં બે લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 105 પર પહોંચ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના 152 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ કોરોના પોઝિટીવ કેસનો આંકડો 2559 પર પહોંચી હતી. આજે નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 94, સુરતમાં 30 અને વડોદરામાં નવા 14 કેસ નોંધાયા હતા. તે સિવાય આણંદમાં 3, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2 અને અરવલ્લી , ભાવનગર, છોટા ઉદેપુર, બોટાદ, નર્મદા , પંચમહાલ અને વલસાડમાં એક-એક કેસ નોંધાયા હતા. છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં બે લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 105 પર પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જ્યંતિ રવિએ કહ્યું કે હવે રાજ્ય સરકાર રોજ સાંજે કોરોનાના આંકડા રજૂ કરશે. કોરોના મુદ્દે કોઈપણ જાણકારી છૂપાવવામાં આવી નથી. સાથે તેમણે કહ્યું હતુ કે, મૃત્યુદર વધારે હોવાનું કારણ અગાઉની અલગ અલગ બીમારી છે. સાથે તેમણે કહ્યું કે, આજથી એંટી બોડી ટેસ્ટ પણ શરૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement