શોધખોળ કરો

ગુજરાતમાં ક્યારથી આવી જશે કોરોનાની વેક્સિન? જાણો નીતિન પટેલે કરી મોટી જાહેરાત

'વેક્સિન આવી રહી છે. શક્ય છે કે, ડિસેમ્બર આખર સુધીમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સિન આવી જાય.'

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના સામેની મહામારી સામે લડી રહ્યો છે. દિવાળી પછી રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો છે અને દૈનિક કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં કોરોનાની રસીને લઈને મોટો ધડાકો કર્યો છે. નીતિન પટેલે કોરોનાની રસી મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, બધા ભારતીયોને આનંદ થાય એવા સમાચાર આવી રહ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાષ્ટ્રીય કક્ષાએ વેક્સિન આપવા માટે, દરેક નાગરિકોને વેક્સિન આપવા માટે જે તૈયારીઓ કરવાની છે, એ તૈયારી ભારત સરકાર દ્વારા ખૂબ ઉચ્ચ કક્ષાએ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મંગળવારે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વેક્સિન અંગેની કાર્યવાહી કેવી રીતે કરવી? એનું વિતરણ કેવી રીતે કરવું ? એની ચેઇન કેવી રીતે ગોઠવવી ? વેક્સિન આવે તો એને કેવી રીતે સાચવવી ? એ બધી જ વ્યવસ્થા માટે માન્ય વડાપ્રધાનશ્રી આ બાબતે મંગળવારે દેશના બધા જ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ પણ રાખી છે. એટલે ભારત સરકાર ખૂબ જ સતર્ક છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી ખૂબ દીર્ઘ દ્રષ્ટીવાળા છે. બધું જ આયોજન કરી ચૂક્યા છે. વેક્સિન આવી રહી છે. ત્રીજા તબક્કામાં તો ઘણી વેક્સિન છે, એટલે હવે જેમ આપણે કહીએ છીએ ને કે દરવાજે ટકોરા વાગી રહ્યા છે, જેમ ઘડીઓ ગણાઇ રહી છે. ટકોરા વાગી રહ્યા છે વેક્સિન આવવાના. તો શક્ય છે કે, ડિસેમ્બર આખર સુધીમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સિન આવી જાય. તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન આવ્યા પછી પણ દેશના 130 કરોડ નાગરિકોને વેક્સિન આપવી, ગુજરાતના 6 કરોડ 30 લાખ નાગરિકોને વેક્સિન આપવી. માર્ગદર્શન મળે એ પ્રમાણે પ્રાયોરિટી બધું જ કરવાનું કામ ભારત સરકારે રાજ્ય સરકારો સાથે સંકલન કરીને વડાપ્રધાનશ્રીએ ખૂબ મોટા પ્રમાણમાં હાથ ઉપર લીધું છે. એટલે વેક્સિન આવે એટલે એક મોટા જોખમમાંથી આપણે પાર ઉતરીએ. એ પ્રમાણે વેક્સિનનું વિતરણ અને વ્યવસ્થા ચાલું થશે. એટલે આપણે એમ માની શકીએ કે, સાત મહિના જે કપરા ગયા, પણ આવનારા બે-ત્રણ મહિનાની અંદર બધી જ હળવાશ અને સરળતા થાય એ ચોક્કસ બનશે. વડાપ્રધાનશ્રીએ પણ દેશને જણાવ્યું છે કે, ભારતમાં પણ આપણે વેક્સિનની ડિમાન્ડ ચાલું છે. તેના જૂદા જૂદા ટ્રાયલ ચાલું છે. વિશ્વ કક્ષાની વેક્સિન પણ આવી રહી છે. ભારત સરકાર આ બધું કરી રહી છે. જ્યારે દેશની સર્વોચ્ચ સંસ્થા, વડાપ્રધાનશ્રી પોતે આટલું બધું ચિંતન અને જે રીતે દીર્ઘ દ્રષ્ટી રાખી અને ગંભીરતાથી બધું કામ કરી રહ્યા હોય. આખા દેશને એમના ઉપર વિશ્વાસ છે. એ બધું કરી જ રહ્યા છે, જેનો લાભ આખા દેશને મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે
જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
Embed widget