શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં નવા પોલીસ વડાની નિમણૂક અંગે રાજ્ય સરકારે લીધો શું મોટો નિર્ણય ?
Gujarat DGP Ashish Bhatia : ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયા ગુજરાત પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે.
GANDHINAGAR : ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. 31 મેં આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. એવામાં સરકારે 31 જાન્યુઆરી 2023 સુધી 8 મહિનાનું એક્સ્ટેંશન આપ્યું છે. કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સ્ટેંશન આપવાની મંજૂરી આપી છે. IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયા ગુજરાત પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે. DGP આશિષ ભાટિયાને અપાયેલા એક્સ્ટેંશન પરથી એક બાબત સ્પષ્ટ છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી નહીં પણ નિર્ધારિત સમયે જ યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement