શોધખોળ કરો

રાજ્યના નવા ડીજીપીને લઈ મોટા સમાચાર, આ પાંચ પોલીસ અધિકારીઓ છે નવા DGPની રેસમાં મોખરે

વિકાસ સહાયને એક્સટેન્શન મળવાની શક્યતા ખૂબ ઓછી છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે ખુલ્લી જીપ શણગારવામાં આવી રહી છે

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત થશે. વિકાસ સહાયને એક્સટેન્શન મળવાની શક્યતા ખૂબ ઓછી છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે ખુલ્લી જીપ શણગારવામાં આવી રહી છે. IPS વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.

ગાંધીનગરના પોલીસ ભવન ખાતે મંડપ બાંધવાની તૈયારી ચાલી રહી છે. જો એક્સટેન્શન ન મળે તો ડૉ. કે.એલ.એન.રાવ નવા DGPની રેસમાં મોખરે છે. તે સિવાય વિકાસ સહાય પછી સિનિયર અધિકારીની વાત કરીએ તો મનોજ અગ્રવાલનું નામ પણ છે તો મનોજ અગ્રવાલને પણ ચાર્જ સોંપાઈ શકે છે. કેમકે મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત થઈ રહ્યાં છે. મનોજ અગ્રવાલને 3 મહિના માટે ડીજીપી બનાવી શકાય તેવી વાત પણ સૂત્રો તરફથી મળી રહી છે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ નવા DGPની રેસમાં છે. ઉપરાંત ડૉ. શમશેર સિંઘ,ડૉ. નિરજા ગોટરૂના નામ પણ નવા ડીજીપીની રેસમાં સામેલ છે. સરકારની ગુડ બુકમાં હોય તે IPS અધિકારી રાજ્યના પોલીસવડા બનતા હોય છે. સિનિયોરિટીમાં ડૉ. કે.એલ.એન.રાવ સૌથી આગળ છે. રાજ્યના નવા ઈન્ચાર્જ પોલીસવડા મળે તો પણ નવાઈ નહીં.                                          

મનોજ અગ્રવાલ અને શમશેરસિંઘ સિનિયર અધિકારી છે, અને શમશેરસિંઘ ડેપ્યુટેશન પર છે અને તેઓ વર્ષ 2026માં નિવૃત થવાના છે. શમશેરસિંઘને નિવૃત થવામાં 9 મહિના જેટલો સમય બાકી છે, એટલે હાલમાં મનોજ અગ્રવાલ અને શમશેરસિંઘનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે.  જોકે જી. એસ. મલિક નવેમ્બર 2028માં તથા કે. એલ. એન રાવ ઑક્ટોબર 2027માં નિવૃત્ત થવાના છે.                               

અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) પદ માટે મોખરે ચાલી રહ્યું છે. 1993 બેચના આ અનુભવી IPS અધિકારીએ અગાઉ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે. વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાત પોલીસનું સુકાન કોણ સંભાળશે તે અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું

Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ

પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા

Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ

Embed widget