શોધખોળ કરો

ગુજરાતના શિક્ષણ મંત્રી ચુડાસમાની પીછેહઠ, પ્રાથમિક શિક્ષકો અંગેનો ક્યો પરિપત્ર કરવો પડ્યો રદ ?

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રી ચુડાસમાએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહીં કરવાનો હુંકાર કર્યો હતો. તેના 24 કલાકમાં જ શિક્ષણ મંત્રીએ પીછેહઠ કરવી પડી છે. 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈને રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દેવાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલો પરિપત્ર રદ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રી ચુડાસમાએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહીં કરવાનો હુંકાર કર્યો હતો. તેના 24 કલાકમાં જ શિક્ષણ મંત્રીએ પીછેહઠ કરવી પડી છે. 

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત રીતે સોમવારથી શુક્રવાર દરમિયાન 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. આ આદેશ સામે શિક્ષકોમાં વિરોધ ફાટી નિકળ્યો હતો. શિક્ષકોએ આ પરિપત્ર રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી પણ  મંગળવારે જ  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોના કામના 8 કલાક ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જો કે માત્ર 24 કલાકમાં જ શિક્ષણ  મંત્રીએ પીછેહઠ કરીને આ નિર્ણય રદ કરવો પડ્યો છે.

શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું  કે, રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ સરકારના કર્મચારીઓ જ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. સ્વામિનારાયણ ગુરુકુળ ઝુંડાલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ પ્રતિભાવાન વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. મીડિયા સમક્ષ નિવેદન આપતા ચુડાસમાએ કહ્યું હતું કે,  શિક્ષકોના કામના 8 કલાક ઘટાડવાની માગણી કરાય છે પણ રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ સરકારના કર્મચારીઓ જ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. શિક્ષકો પણ સરકારનો જ એક ભાગ છે તેથી તેમના માટે નિયમો અલગ ના હોઈ શકે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, રાજ્ય  સરકારનો ભાગ હોવાના કારણે શિક્ષકોએ પણ ૮ કલાકની ફરજ બજાવવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોતSabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયાGujarat Summer 2025 : આ વખતે ગરમી મારી નાખશે , 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટSurat Tantrik : વિધિના બહાને ભૂવાએ પરણીતાને નિર્વસ્ત્ર કરી, ખોળામાં બેસાડી ને પછી ગુજાર્યું દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 
PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 
Summer Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે કરો આ ઉપાય,થશે ફાયદો

Holi 2025: હોળી પહેલા ઘરની બહાર ફેંકી દો આ વસ્તુઓ, તેનું ઘરમાં રહેવું દુર્ભાગ્યનો સંકેત 

Maharashtra: શિંદે સરકારની 4 યોજનાઓ બંધ થતા રોહિત પવારનો કટાક્ષ, કહ્યું- 'મહાયુતિ સરકારમાં...'

રાશનકાર્ડ હવે સાથે રાખવાની ઝંઝટ ખતમ, મેરા રાશન 2.0 એપ્લિકેશન અંગે જાણી લો

Embed widget