શોધખોળ કરો

Gujarat Election 2022: કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા હતા

Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા હતા.  મોહનસિંહ રાઠવાના પુત્ર રાજુ રાઠવા પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રદીપ પરમાર, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોહનસિંહ રાઠવાએ કોગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.  મોહનસિંહ  રાઠવા 11 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

ભાજપમાં જોડાયા બાદ મોહનસિંહ રાઠવાએ કહ્યું હતું કે ભાજપ 100 ટકા ટિકિટ આપશે. મારે ચૂંટણી લડવી નથી. દીકરાને ચૂંટણી લડાવવી છે. ભાજપનું પાર્લામેન્ટરી  બોર્ડ નક્કી કરે તે પહેલા જ મોહનસિંહે ટિકિટનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોગ્રેસે દીકરાને ટિકિટ આપવાનો ઇનકાર કરતા ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો.

ભાજપના મીડિયા સેન્ટર ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમ અને પત્રકાર પરિષદમાં ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ પોતાના મનની વાત કરી છે. સમય સમય બળવાના હૈ... ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવતાં સમય સમય બળવાન હૈની પંક્તિના ઉચ્ચારણ સાથે મોહનસિંહે કહ્યું કે, "ભાજપ પક્ષમાં મારા જીવનનું સદ્ભાગ્ય સમજું છું." આ સાથે મોહનસિંહે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો. પછી કહ્યું કે, "વર્ષોથી મારી લાગણી હતી ભાજપમાં જોડાવાની એટલે ભાજપમાં જોડાયો છું. મારે કોઈ પક્ષ સાથે અણબનાવ નથી કે કોઈનો વિરોધ નથી."

મારા પુત્રને ભાજપ 100 ટકા ટિકિટ આપશેઃ મોહનસિંહ

વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળવાના પ્રશ્ન પર મોહનસિંહ રાઠવાએ કહ્યું કે, "મને કોંગ્રેસે ના પાડી નથી કે તમને ટિકિટ આપવાની નથી. પણ તે પહેલાં જ મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મારી ઉંમર થઈ છે એટલે મારા દિકરા રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણી છે કે, આપણે ભાજપમાં જોડાઈએ. ભાજપ વાળા તો 100 ટકા અમને ટિકિટ આપવાના જ છે. મારે ટિકિટ નથી જોઈતી." આમ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે પહેલાં જ મોહનસિંહે ટિકિટનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોહનસિંહ પોતાના પુત્રને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે. છોટાઉદેપુરથી મોહનસિંહના સ્થાને નારાયણ રાઠવા પોતાના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે.  નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ  રાઠવાને ચૂંટણી લડાવવા માંગે છે.

ભાજપ છોટાઉદેપુર બેઠક પરથી મોહનસિંહના પુત્રને ઉમેદવાર બનાવી શકે છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે અને વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે.

ઉપરાંત તેઓ ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગત વખતની વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાએ છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતથી હરાવ્યા હતા.  ભાજપના જશુભાઈ રાઠવાનો 74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.

ટોપ સ્ટોરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget