Gujarat Election 2022: કમલમના ચોકમાં બાંકડે બેસી PM મોદીએ કાર્યકરો સાથે કર્યો સંવાદ
કમલમમાં વડાપ્રધાન મોદીએ આવીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેસ્યા હતા.
ગાંધીનગર: કમલમમાં વડાપ્રધાન મોદીએ આવીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેસ્યા હતા. નાનાથી લઈને જુના કાર્યકરોની તબિયત અને પરિવાર અંગે માહિતી મેળવી. સમગ્ર કાર્યાલયની કામગીરીની સમીક્ષા કરી હતી. પરિવારના લોકોની જેમ વડાપ્રધાને વાત કરી હતી. આ અંગે માહિતી ડૉ અનિલ પટેલે આપી હતી.
After a long day of campaigning, being among fellow Karyakartas at Kamalam is very energising! pic.twitter.com/Yqf4ikaLIn
— Narendra Modi (@narendramodi) November 20, 2022
તેમણે કહ્યું કે, કાર્યકરોએ ચૂંટણી કાર્યમાં થાક ન લાગતો હોવાનું જણાવ્યું હતું. સાહિત્ય અંગે પણ વાત કરી હતી. જુના -કાર્યકરોને નામ સાથે બોલાવી તેમની વર્તમાન સ્થિતિ અંગે પૂછ્યું હતું. કાર્યાલયના સ્ટાફને ભેગો કરી વડાપ્રધાને વાત કરી હતી. કાર્યકર્તાઓના કામને લઈને અને ભોજનને લઈને પૃચ્છા કરી હતી.
Gujarat Election 2022: બોટાદમાં PM મોદી બોલ્યા- ભાજપની સરકાર બની ત્યારથી વિકાસ જ મુદ્દો
પ્રધાનમંત્રી મોદી આજે મિશન સૌરાષ્ટ્ર પર પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રધાનમંત્રી મોદીએ સૌરાષ્ટ્રમાં ચાર જનસભા સંબોધી હતી. પ્રધાનમંત્રીએ પહેલી સભા વેરાવળમાં, બીજી ધોરાજી, ત્રીજી અમરેલી અને ચોથી સભા બોટાદમાં સંબોધી હતી. ચારેય સભામાં PM મોદીએ ભાજપના શાસનમાં થયેલા વિકાસકાર્યોને જનતા જનાર્દન સમક્ષ મૂક્યા. આ સાથે જ વિરોધીઓ પર શબ્દબાણ છોડ્યા હતા. પ્રધાનમંત્રી મોદી બોટાદ જનસભા સંબોધતા બોલ્યા કે, ભાજપનો જ્યારથી ગુજરાતમાં વિજય થયો છે ત્યારથી ગોટાળાનો નહીં પણ ચૂંટણીનો મુદ્દો વિકાસનો મુદ્દો હોય છે. તેમણે કહ્યું કે, પહેલા ચૂંટણી થતી હતી કુંટુંબ કેવડું મોટું છે તે આધારે મત માગવામાં આવતા હતા. પછી જાતીના આધારે મત માગવામાં આવ્યાં, પછી માથાભારે છે સાચવજો અને મત આપી દોને તેમ કહીને મત આપતા હતા.
પ્રધાનમંત્રી મોદી વધુમાં બોલ્યા કે, ગુજરાતમાં હવે વિમાન બનવાના છે. પહેલાની સરકાર પાસે લોકો હેંડપંપ માગતા હતા અમારી સરકારે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. અમે વિકાસના બીજનું વાવેતર કર્યું છે. 20 વર્ષ પહેલા પ્રાથમિક જરૂરીયાતોના ફાફા પડતા હતા. આજે ગુજરાતના શિક્ષણમાં પણ 5જીનો યુગ શરૂ થવાનો છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકરનો મુદ્દો પણ છવાયો છે. PM મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ. PM મોદીએ પુછ્યું નર્મદા વિરોધી મેધા પાટકરના ખભા પર કેમ હાથ રાખ્યો. PM મોદીએ મતદારોને અપીલ કરી કે મેધા પાટકરને સાથે કેમ રાખ્યા તેવો સવાલ કૉંગ્રેસને પૂછજો. પીએમ મોદીએ યુવાનોને 100 ટકા મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભુતકાળને પણ યાદ કરાવ્યો હતો. ગુજરાતમાં અગાઉ કેવી સ્થિતિ છે તે અંગે પણ કેટલાક ઉદાહરણો આપ્યા હતા.