શોધખોળ કરો
Advertisement
Gujarat Elections : સીઆર પાટીલે તડ ને ફડ કરીને કહ્યું, સ્થાનિક સ્વરાજમાં આ લોકોને નહીં જ મળે ટિકિટ
મનપાની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરાયા પછી આજે સીઆર પાટીલે આજે નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો થોડી જ વારમાં જાહેર કરવાની પણ જાહેરાત આજે કરી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અગાઉ મનપાની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરાયા પછી આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો થોડી જ વારમાં જાહેર કરવાની પણ જાહેરાત આજે કરી છે.
પાટીલે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાના ઉમેદવારોની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 60 વર્ષથી વધુ ઉંમર હોય તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેમજ જે વ્યક્તિ ત્રણ વખત ચૂંટાયા હોય, જે પછી અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટાયા હોય તેમને પણ ટિકિટ આપવામાં આવી નથી. એટલું જ નહીં, ભાજપના પદાધિકારીઓના સંબંધીઓને પણ ટિકિટ આપવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement