શોધખોળ કરો

Gandhinagar: રાજ્યને પ્રદુષણ મુક્ત કરવા અનોખી પહેલ, દેશમાં જોખમી કચરાના હેરફેર માટે VLTS સિસ્ટમ ઉભી પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

સરક્યુલર ઇકોનોમીના અભિગમને પ્રાધાન્ય આપવા કચરાનો પુન:વપરાશ,વેસ્ટ રીસાયક્લીંગ તથા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી પુન:વપરાશ વગેરે કાર્યોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર: ગુજરાત સરકારે પ્રદૂષણ અટકાવવા અનેકવિધ નવતર પહેલ હાથ ધરી છે. હવા પ્રદૂષણ માટે ઉદ્યોગોની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન વગેરે પરિબળો જવાબદાર હોવાથી  તમામને સાંકળી રાજ્યના અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ એમ મુખ્ય ચાર શહેરોમાં ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’- NCAPનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંર્તગત ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ, હવાની ગુણવત્તા માપણીના સાધનો, ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગોમાં ક્લીન ફ્યુઅલનો વપરાશ વગેરે પર રાજ્ય સરકાર દ્વારા સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 

સરક્યુલર ઇકોનોમીના અભિગમને પ્રાધાન્ય આપવા કચરાનો પુન:વપરાશ,વેસ્ટ રીસાયક્લીંગ તથા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી પુન:વપરાશ વગેરે કાર્યોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે ઉદ્યોગો, ઔદ્યોગિક એસોસીએશન વગેરેનું કેપેસીટી બિલ્ડીંગ તથા જન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નવીનત્તમ ટેકનોલોજી થકી પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યા રહ્યા છે, જે પૈકી પાર્ટીક્યુલેટ મેટર-સૂક્ષ્મ કણો  નિયંત્રણ માટે પ્રથમવાર સુરત તથા અમદાવાદમાં કાર્યરત ‘એમિશન ટ્રેડીંગ સ્કીમ’ પાયલોટ પ્રોજેક્ટ, જોખમી કચરાના પરિવહન દરમિયાન ટ્રેકિંગ માટે કાર્યરત GPS આધારીત વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સિસ્ટમ-VLTS, કોમન મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટર્સ-MEE, સ્પ્રે ડ્રાયર માટે મેનીફેસ્ટ સિસ્ટમ તથા કોમન સ્પ્રે ડ્રાયર માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સમગ્ર દેશમાં જોખમી કચરાના હેરફેર માટે VLTS સિસ્ટમ  ઊભી કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હોવાના પરિણામે આ VLTSને વર્ષ ૨૦૨૩માં પર્યાવરણ ક્ષેત્રની કામગીરી માટે ‘સ્કોચ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

વધુમાં બાયસેગ સાથે સંકલન કરી GIS ટુલ બનાવાયુ છે જે નવા ઉદ્યોગો માટે સાઇટીંગ ક્રાઇટેરીયા મુજબ ઉદ્યોગને મંજૂરી આપી શકાય કે કેમ તે અંગેનો નિર્ણય કરવામાં સહાયરૂપ છે. સરકાર દ્વારા પેપરલેસ ઓફીસની દિશામાં આગળ વધવા માટે e-સરકાર જેવી ઓનલાઇન સીસ્ટમ વિકસાવાઇ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર નિયમનકાર તરીકે જ નહિ પરંતુ સુવિધાપ્રદાતા તરીકેની અસરકારક ભૂમિકા ભજવે છે. રાજ્યમાં વિવિધ વિસ્તારના પ્રદૂષણને લગતી સમસ્યાઓના નિવારણ તેમજ તેના સમાધાન માટે બોર્ડે 'પર્યાવરણીય ક્લિનીક” તથા “ઓપન હાઉસ”નો નવતર અભિગમ અપનાવ્યો છે. લઘુ તથા મધ્યમ પ્રકારના એકમોને એક્ષજીએનને લગતી બાબતોમાં સરળતા પ્રદાન કરવા બોર્ડની તમામ પ્રાદેશિક કચેરીઓ તથા વડી કચેરી ખાતે સહાયતા કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ એ ક્લીનર પ્રોડક્શન સેન્ટર સાથે સંકલનમાં રહીને પ્રદૂષણ અટકાવવા અને સ્ત્રોત પર પ્રદૂષણના નિયંત્રણ માટે પણ કામ કરે છે. કાપડ ક્ષેત્ર માટે શ્રેષ્ઠ ઉપલબ્ધ ટેકનોલોજી સંદર્ભે દસ્તાવેજો વિકસાવવા જર્મન સરકારની ફેડરલ એજન્સી યુ.બી.એ સાથેનો નવતર અભિગમ છે.

ગુજરાત સરકાર દ્વારા  પર્યાવરણીય સુરક્ષાની સાથે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટને ધ્યાને લઇ પર્યાવરણની સુરક્ષા માટેના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા કરવા તથા નવીનત્તમ ટેકનોલોજીના વપરાશ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પર્યાવરણીય સુરક્ષા તથા આપણી આગામી પેઢીને શુધ્ધ હવા, પાણી તથા જમીન આપવા માટે દેશના તમામ નાગરિકોએ યોગ્ય પ્રયત્નો કરવા જોઇએ આપણા શાસ્ત્રોમાં પણ પ્રકૃતિની રક્ષા કરવા પર ભાર મૂકાયો છે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget