શોધખોળ કરો

કુપોષણ સામે લડવા ગુજરાત બન્યુ ડિજિટલ, પોષણ ટ્રેકર એપ્લીકેશનથી 46 લાખ લાભાર્થીઓની દેખરેખ

પોષણ અભિયાન અંતર્ગત 11 જેટલા રજીસ્ટરોના સ્થાને 53,029 આંગણવાડીમાં સ્માર્ટફોન સુવિધા પુરી પાડીને તામામ કામગીરી સ્માર્ટફોન દ્વારા ડિજિટલી રીતે કરવામાં આવે છે.

Gandhinagar : દેશના તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા પોષણ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યમાં કુપોષણનો દર ઘટાડવા, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણ અને આરોગ્ય અંગેનું શિક્ષણ, પૂર્વ પ્રસૂતિ સેવાઓ, જોખમી સગર્ભા માતાઓને ઓળખીને તેને સંદર્ભિત સેવાઓ પૂરી પાડવા તેમજ વાલીઓમાં કુપોષણ અંગે જાગૃતિ લાવવા જેવી સેવાઓ આપવા માટે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે પોષણ ટ્રેકર દ્વારા ડિજિટલી રીતે તમામ જીલ્લાની સ્થિતીની સમીક્ષા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

દરેક આંગણવાડીમાં ડિજિટલ ટ્રેકિંગ
પોષણ અભિયાન અંતર્ગત 11 જેટલા રજીસ્ટરોના સ્થાને 53,029  આંગણવાડીમાં સ્માર્ટફોન સુવિધા પુરી પાડીને તામામ કામગીરી સ્માર્ટફોન દ્વારા ડિજિટલી રીતે કરવામાં આવે છે. તમામ આંગણવાડી કાર્યકરોના સ્માર્ટફોનમાં પોષણ ટ્રેકર એપ્લીકેશન ડાઉનલોડ થયેલ છે. જેમાંથી પોષણ ટ્રેકર ડેશબોર્ડ પર 99.99% આંગણવાડી કાર્યકરો કાર્યરત છે અને રજીસ્ટર થયેલ અંદાજીત 46 લાખ લાભાર્થીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દરેક આંગણવાડી કાર્યકર દ્વારા 0 થી 5 વર્ષના બાળકોના વિકાસ-વૃદ્ધિની દેખરેખ કરવા માટે પોષણ અભિયાન અંતર્ગત બાળકો તથા માતા માટે ઉંચાઇ અને વજન માપવાના સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. જેના દ્વારા આંગણવાડી કેન્દ્રો પર હાલમાં પોષણ ટ્રેકર ડેશબોર્ડ મુજબ અંદાજીત 99% ગ્રોથ મોનિટરીંગ કરવામાં આવે છે. 

રાજ્યભરમાં કુલ 29,91,517 મંગળ દિનની ઉજવણી
કોઈ પણ અભિયાનને સફળ બનાવવા માટે લોકોની ભાગીદારી ખુબજ જરુરી હોય, પોષણ અંગે લોકજાગૃતિ કેળવવા અને લોકોને પોષણનું મહત્વ સમજાવવા માટે જન આંદોલન સ્વરૂપે આંગણવાડી કક્ષાએ મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં પોષણ અભિયાનના કુલ 29,91,517 મંગળ દિનની ઉજવણી કરવામાં આવી છે. પોષણ અભિયાન અંતર્ગત ઑગસ્ટ, 2018 થી પ્રથમ અને ત્રીજા મંગળવારે  CBE (Community Based Event)ની ઉજવણી કરવામાં આવે છે.

પ્રથમ મંગળવાર-સુપોષણ સંવાદ : આંગણવાડી કક્ષાએ  ગર્ભવતી મહિલાની સીમંત વિધિ તથા સન્માન, માતૃમંડળ ગ્રુપનું આયોજન જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

ત્રીજા મંગળવારે-અન્નપ્રાશન : જે દિવસે બાળકોને છ માસ પૂરા થયા હોય ત્યારથી વિધિવત રીતે ઉપરી આહારની શરૂઆત કરાવવામાં આવે છે તથા તેમના વાલીઓને ઉપરી આહારની યોગ્ય સમજ પણ આપવામાં આવે છે. વધુમાં પોષણ સ્તરમાં સુધારો કરવા  માટે  લોક સમુદાયમાં જાગૃતિ લાવવાના હેતુસર દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહ તેમજ માર્ચ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget