શોધખોળ કરો
ગુજરાતના આ જિલ્લામાં 2017 જેવા વિનાશક પૂરની શક્યતા દેખાતાં રાજ્ય સરકાર શરૂ કરી શું તડામાર તૈયારીઓ?
આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠામાં 2017માં સર્જાયેલા પૂર જેવી સ્થિતિ ફરી એકવાર ન સર્જાય તેને લઈને ગુજરાત સરકારે તમામ તૈયારી કરી દીધી છે

ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2017 જેવા વિનાશક પૂરની શક્યતા દેખાતાં રાજ્ય સરકાર તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. જેને લઈને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં ફરી એકવાર 2017માં આવેલા વિનાશક પૂરની સ્થિતિ ફરી ના સર્જાય તે માટે ગુજરાત સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. NDRFની ટીમને પણ બનાસકાંઠામાં ઉતારી દેવામાં આવી છે. આગામી દિવસોમાં બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતમાં 15, 16 અને 17 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠામાં NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2017 જેવા વિનાશક પૂરની શક્યતા દેખાતાં રાજ્ય સરકાર તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ, મામલતદાર, ફોરેસ્ટ પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અંગે આદેશ આપી દેવામાં આવ્યા છે. 2017માં આવેલા વિનાશક પૂર જેવી સ્થિતિ ફરી એકવાર ન સર્જાય તેના માટે અધિકારીઓએ તમામ તૈયારીઓ કરી લીધી છે. આગામી પાંચ દિવસ સુધી બનાસકાંઠામા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી જેને પગલે વડોદરાની એનડીઆરએફની ટીમ બનાસકાંઠામાં ઉતારાઈ છે. આધુનિક સાધનોથી સજ્જ એનડીઆરએફની ટીમ બનાસકાંઠામાં ભારે વરસાદ આવે તો પુર બચાવ કામગીરી કરશે. આ ઉપરાંત કોરોનાની મહામારીને લઈને પીપીટી કીટ પણ એનડીઆરએફને ફાળવવામાં આવી છે. કોરોનાને ધ્યાને રાખીને એનડીઆરએફની 21 જવાનોની ટીમ વરસાદમાં ગંભીર પરિસ્થિતિ પેદા થાય તો બચાવ કામગીરી કરશે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















