શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત સરકારે રિન્યૂએબલ એનર્જી પોલીસી 2023 કરી જાહેર, જાણો તેની વિશેષતા

ગાંધીનગર: ગુજરાત સરકારે આજે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2030ની જાહેરાત કરી છે. નાણાં અને ઊર્જામંત્રી કનુ દેસાઈએ ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી 2023ની જાહેરાત કરી છે.

ગાંધીનગર: ગુજરાત સરકારે આજે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2030ની જાહેરાત કરી છે. નાણાં અને ઊર્જામંત્રી કનુ દેસાઈએ ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી 2023ની જાહેરાત કરતા જણાવ્યું કે, આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રિન્યૂએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેતી આગવી પોલીસી છે. આ પોલીસી અંતર્ગત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર અને વિન્ડ, રૂફટોપ વિન્‍ડ અને વિન્‍ડ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવામાં આવ્યા છે. આ પોલિસીનો ઓપરેશનલ સમયગાળો નવી પોલીસી જાહેર થતાં સુધીનો અથવા 2028 સુધીનો રાખવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિત ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ ઉત્તરોત્તર વધારીને ભારતને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકની સાથે ટૂંકા ગાળાના લક્ષ્યાંકો પણ નક્કી કરાયાં છે. જેમાં વર્ષ 2030 સુધીમાં ભારત રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 500 ગીગાવોટ સુધી વધારીને દેશની કુલ ઊર્જા જરૂરિયાતના 50 ટકા રિન્યુએબલ એનર્જીમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ પોલિસીમાં વિવિધ સુવિધાઓ પ્રદાન કરવાની જોગવાઈઓ કરેલી છે. રાજ્યની સંભવિત રિન્યૂએબલ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે તેમજ અંદાજે 4 લાખ એકર જમીનનો ઉપયોગ આ પોલીસી હેઠળ આવનારા પ્રોજેક્ટસમાં થવાની સંભાવના રાખવામાં આવી છે. ગુજરાતના રિન્યૂએબલ એનર્જી પોલિસી 2023ના પરિણામે રૂ. 5 લાખ કરોડનું રોકાણ થવાની પણ સંભાવનાઓ છે. પોલીસીના અમલીકરણ, સંકલન અને દેખરેખ એજન્સી તરીકે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ કામગીરી હાથ ધરશે.

નવી પોલીસીની મહત્વની જોગવાઈ 

  • કન્ઝ્યુમરની કોન્ટ્રાકટ ડિમાન્ડના સંદર્ભમાં RE પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે કેપેસીટી પર કોઈ નિયંત્રણો નહિ
  • કન્ઝ્યુમરના વપરાશ સામે RE પાવર સેટલમેન્ટ, બિલિંગ સાયકલના આધારે હાથ ધરવામાં આવશે
  • ગ્રીન પાવર સપ્લાય – ગુજરાત વીજ નિયમન પંચ-GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત ગ્રીન પાવર સપ્લાય ટેરિફ પર ગ્રાહકની વિનંતી પર 100% RE ઊર્જા સપ્લાય
  • રૂફટોપ પ્રોજેક્ટ્સ માટે નેટ મીટરિંગ અથવા ગ્રોસ મીટરિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે
  • નાના પાયે રૂફટોપ વિન્ડ પ્રોજેક્ટ્સ કન્ઝ્યુમર દ્વારા સ્થાપિત કરી શકશે
  • ઓફશોર વિન્‍ડના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે
  • પોલિસી વિન્‍ડ ટર્બાઈન જનરેટર ઉત્પાદકો અને RE ડેવલપર્સને પ્રોટોટાઇપ ઇન્સ્ટોલ કરવા માટે સુવિધા આપશે
  • વિન્ડ ટર્બાઇન જનરેટરના રિપાવરિંગને પ્રોત્સાહન આપશે એટલે કે જૂના, નાના કદના અને બિનકાર્યક્ષમ વિન્ડ ટર્બાઈનને પુનઃ ઊર્જાવાન કરવા અને મોટા તથા વધુ કાર્યક્ષમ ટર્બાઈન સાથે બદલવા માટે મંજૂરી આપવામાં આવશે
  • રિપાવરિંગ માટે કેપેસિટી વધારાની કોઈ લિમિટ નથી
  • હાલના સ્થાપિત વિન્ડ પાવર પ્લાન્ટને અથવા બાંધકામ હેઠળના સ્ટેન્ડઅલોન વિન્ડ અથવા સોલાર પાવર પ્લાન્ટને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવાની સુવિધા આ પોલિસી અંતર્ગત મળશે
  • રહેણાંક ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌર ઊર્જા પર કોઈ બેંકિંગ શુલ્ક લાગુ થશે નહીં, જ્યારે અન્ય ગ્રાહકો માટે GERC દ્વારા સમયાંતરે નિર્ધારિત બેંકિંગ શુલ્ક લાગુ પડશે
  • આ પોલિસી જે RE પાર્કને પ્રોત્સાહન આપે છે તેમાં સોલાર પાર્ક, વિન્ડ પાર્ક અને હાઇબ્રિડ પાર્કનો સમાવેશ થાય છે
  • નહેરો, નદીઓ પર ફ્લોટિંગ સૌર પ્રોજેક્ટ વિકસાવી શકાશે
  • કેપ્ટિવ પાવર પ્રોજેક્ટ પર ક્રોસ-સબસિડી સરચાર્જ અને વધારાનો સરચાર્જ લાગુ થશે નહીં
  • ડિસ્કોમ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલ RE પ્રોજેક્ટ્સમાંથી પાવર મેળવવા માટે કરાર કરશે
  • 4 મેગાવોટ સુધીના સૌર પ્રોજેક્ટમાંથી ડિસ્કોમ અગાઉના 6 મહિનામાં સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ કરાર કરાયેલ ટેરિફની સિમ્પલ એવરેજ ટેરિફ + રૂ.0.20 પ્રતિ kWh ટેરિફ પર વીજળી મેળવી શકે છે અને 10 મેગાવોટ સુધીના વિન્ડ પ્રોજેક્ટને સિમ્પલ એવરેજ ટેરિફ પર મેળવી શકે છે
  • ISTS કનેક્ટેડ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની બહાર પાવર નિકાસ કરી શકાશે
  • ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત સિંગલ વેબ પોર્ટલ રહેશે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
નવા વર્ષ પર ધમાકો! મફતમાં એકસ્ટ્રા ડેટા આપી રહી છે આ કંપની, લિમિટેડ ઓફરનો લાભ ઉઠાવો 
નવા વર્ષ પર ધમાકો! મફતમાં એકસ્ટ્રા ડેટા આપી રહી છે આ કંપની, લિમિટેડ ઓફરનો લાભ ઉઠાવો 
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
Embed widget