શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ખેડૂતો માટે રૂપાણી સરકારે 700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, જાણો ખેડૂતોને કેટલી મળશે સહાય?

રાજ્ય સરકારને કમોસમી વરસાદના કારણે નુકસાનનો ભોગ બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

ગાંધીનગરઃ કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને લઇને રૂપાણી સરકારને ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારને કમોસમી વરસાદના કારણે નુકસાનનો ભોગ બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ. 700 કરોડના સહાય પેકેજ માટે 500 કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.200 કરોડ ગુજરાત સરકાર આપશે. અત્યાર સુધીમાં 1 લાખ 90 હજાર ખેડૂતોએ પાક નુકશાની માટે અરજીઓ કરી છે.જે ખેડૂતોને કમોસમી વરસાદમાં ૩૩ ટકા કરતાં ઓછું નુકશાન થયુ હશે તેમને પણ રાજ્ય સરકાર સહાય આપશે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે ખેડૂતો માટે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે, પિયતવાળી જમીન માટે હેક્ટર દીઠ 13 હજાર 500ની સહાય આપવામાં આવશે. આ સાથે ચાર લાખ ખેડૂતોને  સહાય ચૂકવાશે. રાજ્ય સરકાર પિયત વિસ્તારના ખેડૂતોને પ્રતિ હેક્ટર 13 હજાર 500 અને બિન પિયત વિસ્તારમાં ખેડૂતોને 6 હજાર 100ની સહાય ચૂકવશે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રાજ્યમાં બે લાખ કરતા વધારે ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન થયુ છે ત્યારે આ તમામ ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવશે. તો પાક સહાયમાં કાપણી કર્યા બાદ કમોસમી વરસાદના કારણે નુકસાન પહોંચ્યુ હોય તેવા ખેડૂતોને પણ આવરી લેવામાં આવ્યા છે. તો સહાયપાત્ર ખેડૂતોને RTGS અને કલેક્ટર ઑફિસ મારફતે વળતર ચૂકવાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક સર્વેમાં 5 લાખ હેક્ટરમાં નુકસાન થયાની જાણકારી મળી છે. તેમણે કહ્યું કે, કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. કૉંગ્રેસની કથની અને કરણી બંને અલગ છે. પહેલા કૉંગ્રેસ પોતાના રાજ્યોમાં ખેડૂતોને સહાય આપે, પછી અમારી સામે આંદોલન કરે. અમારી સરકાર ખેડૂતોનાં પડખે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયાAhmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્રVadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
Embed widget