શોધખોળ કરો
રાજ્યના પ્રાથમિક શિક્ષકો સામે રૂપાણી સરકાર ઝૂકી, જાણો શિક્ષકોના ફાયદામાં શું લીધો મોટો નિર્ણય?
સરકારે પ્રાથમિક શિક્ષકોના 4200 ગ્રેડ પે ઘટાડવા મુદ્દે નમતું જોખ્યું છે અને 2800 ગ્રેડ પે કરવાનો નિર્ણય મોકૂફ કરાયો છે
![રાજ્યના પ્રાથમિક શિક્ષકો સામે રૂપાણી સરકાર ઝૂકી, જાણો શિક્ષકોના ફાયદામાં શું લીધો મોટો નિર્ણય? Gujarat govt big decision for primary teachers grade pay, old circular cancel રાજ્યના પ્રાથમિક શિક્ષકો સામે રૂપાણી સરકાર ઝૂકી, જાણો શિક્ષકોના ફાયદામાં શું લીધો મોટો નિર્ણય?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/17175648/Gandhinagar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે પ્રાથમિક શિક્ષકોના 4200 ગ્રેડ પે ઘટાડવા મુદ્દે નમતું જોખ્યું છે અને 2800 ગ્રેડ પે કરવાનો નિર્ણય મોકૂફ કરાયો છે અને હવે 4200 ગ્રેડ પે યથાવત રાખવાની સરકારે જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગના ઉપ સચિવ બી.વી. રાઠવાએ જૂનો પરીપત્ર રદ્દ કર્યો છે.
નીતિ વિષયક નિર્ણય ન લેવાય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે ઘટાડવાનો જૂનો પરિપત્ર રદ્દ કરાયો છે. પ્રાથમિક શિક્ષકો દ્વારા ગ્રેડ પે મુદ્દે શિક્ષકોની નારજગી પછી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે શિક્ષકોમાં ખુશીની લાગણી ફરી વળી છે. પ્રાથમિક શિક્ષણ સંઘના દિગ્વિજયસિંહ જાડેજાએ આ અંગે પત્રકારોને વાત કરી હતી.
![રાજ્યના પ્રાથમિક શિક્ષકો સામે રૂપાણી સરકાર ઝૂકી, જાણો શિક્ષકોના ફાયદામાં શું લીધો મોટો નિર્ણય?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/17175726/cercular.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)