શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે લોકોને કઈ શરતોનું કરવું પડશે પાલન?
આવતી કાલથી પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની છે. તેમજ સાતમી માર્ચથી લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લક્ઝરી બસમાં મોકલવામાં આવશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આજ સાંજ સુધીમાં આ માટેનું પોર્ટલ તૈયાર થઈ જશે, જેના પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. આવતી કાલથી આ પોર્ટલ પર લોકોએ ઓનલાઇન અરજી કરવાની છે. તેમજ સાતમી માર્ચથી લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લક્ઝરી બસમાં મોકલવામાં આવશે. જોકે, આ માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.
વતન જવા કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?
- પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી પડશે. મંજૂરી મળ્યા પછી પરમીશન મળશે.
- જેમને મંજૂરી મળી છે તે તમામ લોકોને ફરજિયાત મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે.
- ચેક પોસ્ટ પર સહી સિક્કા કર્યા પછી વતન મોકલાશે
- મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
- શરદી- ઉધરસ- શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય તેમને જ વતન જવાની પરમીશન અપાશે.
- વતનમાં પણ ઘરે જતાં પહેલા આરોગ્ય તપાસ થશે.
- હોમ ક્વોરેન્ટાઇન કે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં ફરજિયાત 14 દિવસ રહેવું પડશે.
- 45 દિવસ જે તે જગ્યાએ રહેવાનું રહેશે. આ પહેલા વતન છોડી શકશે નહીં.
- કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા ન હોય તેમને જ પરવાનગી અપાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement