શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે 19મી માર્ચથી શરૂ થતી ધોરણ 9થી 12ની પરીક્ષા મુદ્દે રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?

પરીપત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને આપવી પરીક્ષા પડશે. કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. કન્ટેન્મેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ શાળામાં ઉપસ્થિત નહિ રહેનાર હોવાથી જ્યારે તેમનું રહેઠાણ- વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે નવા પ્રશ્નપત્રો સાથે પરીક્ષા લેવાની થશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈ  શાળા આવતી હશે તો શાળા કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે પરીક્ષા લેવાની રહેશે.

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એક પછી એક પગલા ભરવાના શરૂ કર્યા છે. આગામી 19 થી 27 માર્ચ દરમિયાન ધો 9 થી 12 ની પરિક્ષા યોજાવાની છે. ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના ડીઇઓને પરીપત્ર કર્યો છે. 

પરીપત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને આપવી પરીક્ષા પડશે. કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. કન્ટેન્મેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ શાળામાં ઉપસ્થિત નહિ રહેનાર હોવાથી જ્યારે તેમનું રહેઠાણ- વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે નવા પ્રશ્નપત્રો સાથે પરીક્ષા લેવાની થશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈ  શાળા આવતી હશે તો શાળા કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે પરીક્ષા લેવાની રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડે રાજ્યના ડીઈઓને  આ પ્રકારનો પરીપત્ર કર્યો છે. 

કોરોનાના કહેર વચ્ચે 19મી માર્ચથી શરૂ થતી ધોરણ 9થી 12ની પરીક્ષા મુદ્દે રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્યમાં ફરી એકવાર અમદાવાદ સહિતના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપવામાં આવી છે. 

ગુજરાત સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવાની છૂટ આપતાં જ અમદાવાદ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે તેમજ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ બાગ બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી આગામી નિર્ણય સુધી તમામ જાહેર સ્થળો જનતા માટે બંધ રહેશે. ભીડ એકઠી થતા સંક્રમણ ફેલાવવાની આશંકાના પગલે નિર્ણય લેવાયો છે. 

રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુની અવધિમાં ફરી એકવાર વધારો કર્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954  નવા કેસ નોંધાયા હતા જ્યારે 703  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકો સ્ટેબલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલNarmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપMahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget