ગુજરાતમાં કોરોનાના 10,096નાં સત્તાવાર મૃત્યુઆંક સામે 22 હજારને તો સહાય પણ ચૂકવી દેવાઇ
ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પત્રકાર પરીષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 22 હજાર કોરોના મૃતકોને સહાય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવા મુદ્દે મોટી જાહેરાત કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ પછી કોરોના પોઝિટિ આવ્યાના 30 દિવસમાં મૃત્યુ થયા હોય તેવા દર્દીના પરિવારને ગુજરાત સરકારે તેમના ખાતામાં સીધી 50 હજારની સહાય ચૂકવી દીધી હોવાનું જણાવ્યું હતું.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોવિડતી મૃત્યુની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટે વિસ્તૃત કરી. આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાના 30 દિવસમાં મૃત્યુને પણ કોવિડ ડેથ ગણાશે. 22 હજાર અરજદારોના ખાતામાં સહાય જમા કરાવાઈ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કોવિડ મૃત્યુની વ્યાખ્યા અનુસાર આ સહાય અપાઈ. કોવિડ ડેથમાં સૌથી ઝડપથી સહાય ચુકવવામાં ગુજરાત અન્ય રાજ્યો કરતા આગળ છે. 38 હજાર જેટલી કુલ અરજીઓ આવી અને હજુ પણ અરજીઓ આવે છે, તે સ્વીકારાય છે.
ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પત્રકાર પરીષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 22 હજાર કોરોના મૃતકોને સહાય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારની સત્તાવાર વેસાઇટ https://gujcovid19.gujarat.gov.in/home.aspx પર આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં અત્યાર સુધીમાં સત્તાવારી રીતે 10,096 લોકોના કોરોનાથી નિધન થયા છે.