શોધખોળ કરો

Gandhinagar: શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના નિકાલમાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર્ફોમર, 210 લાખ ટન કચરાનો કર્યો નિકાલ

ગાંધીનગર:  વર્ષ 2021માં સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર તરફથી ₹ 1,41,600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્વ

ગાંધીનગર:  વર્ષ 2021માં સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર તરફથી ₹ 1,41,600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનનો બીજો તબક્કો વર્ષ 2025 સુધી ચાલશે. શહેરોમાંથી કચરાનિકાલ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર્ફોમર રાજ્ય બન્યું છે. 
 
ગુજરાતના શહેરોમાં ડમ્પસાઇટમાંથી 95 ટકા (210 લાખ ટન) કચરાનો નિકાલ
સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ના આંકડા પ્રમાણે, ગુજરાતની 140 ડમ્પસાઇટમાં પડેલા 221 લાખ ટન કચરામાંથી અત્યાર સુધીમાં 210 લાખ ટન લેગેસી વેસ્ટનો (વર્ષોથી પડેલો કચરો) નિકાલ કરવામાં આવ્યો છે. 95 ટકા કચરાના નિકાલ બાદ હવે માત્ર 5 ટકા કચરાનો નિકાલ જ શેષ રહ્યો છે. કચરાના જથ્થાના નિકાલ બાબતે ગુજરાત સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ટોપ પર છે. સ્વચ્છ ભારત મિશન (શહેરી) ફેઝ-2 અંતર્ગત 1000 ટન કે તેનાથી વધુ જથ્થાનો કચરો ધરાવતી કુલ 2426 ડમ્પસાઇટની દેશમાં ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 140 ડમ્પસાઇટ ગુજરાતમાં છે. 

લેગેસી વેસ્ટ નિકાલ: ટોપ 10 રાજ્ય
ક્રમ રાજ્ય/કે.પ્રદેશ ડમ્પસાઇટ લેગેસી વેસ્ટ (લાખ ટન) નિકાલ (લાખ ટન)
1 ગુજરાત          140                  221                                 210
2 મહારાષ્ટ્ર          223                         378.64                        136.13
3 ઉત્તરપ્રદેશ          237                         155.86                         92.62
4 તમિલનાડુ          303                         191.6                           85.43
5 દિલ્હી            3                          203                                 76.98
6 હરિયાણા           90                         110.44                         71.11
7 રાજસ્થાન          190                         101.13                         42.06
8 પંજાબ          110                     73.62                         35.89
9 આંધ્રપ્રદેશ          128                         85.9                                 28.41
10 મધ્યપ્રદેશ          167                         63.23                         15.46

75 ટકા એરિયા સાફ, 698 એકર જગ્યા ખુલ્લી થઇ
500 એકર અને તેનાથી વધુ વિસ્તારની ડમ્પસાઇટ ધરાવતા રાજ્યોમાં પણ સાઇટનો વિસ્તાર ખુલ્લો કરીને ફરી ઉપયોગ કરવા માટે પરત મેળવવા બાબતે ગુજરાત દેશમાં પ્રથમ છે. ગુજરાતમાં ડમ્પસાઇટના 930 એકર વિસ્તારમાંથી 698 એકર વિસ્તારને ખુલ્લો કરવામાં આવ્યો છે જેના લીધે 75 ટકા જગ્યા ફરી ઉપયોગ માટે પ્રાપ્ત થઇ ગઇ છે. રાજ્યમાં સૌથી મોટી બે ડમ્પસાઇટ (પિરાણા અને બોપલ) અમદાવાદમાં છે, જેમાંથી 129 લાખ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ડમ્પસાઇટના કુલ 90 એકર વિસ્તારમાંથી 46 એકર જગ્યાને ખુલ્લી કરી દેવામાં આવી છે. ભારતમાં કચરાથી ઘેરાયેલો સૌથી વધુ વિસ્તાર મહારાષ્ટ્રમાં (3,352 એકર) છે, જ્યારે સૌથી ઓછો વિસ્તાર અંદમાન અને નિકોબાર ટાપુ અને મિઝોરમ (3 એકર) છે. રાજધાની દિલ્હીમાં 202 એકર ડમ્પસાઇટ વિસ્તાર છે, જેમાંથી હજુ કોઈ પણ વિસ્તાર ખુલ્લો થયો નથી. તમિલનાડુએ સૌથી 837 એકર વિસ્તાર ખુલ્લો કર્યો છે જે કુલ 1954 એકરનો 42 ટકા ભાગ છે.

ખુલ્લો થયેલ વિસ્તાર: ટોપના રાજ્ય (500 એકર અને વધુ વિસ્તાર ધરાવતા રાજ્ય)
ક્રમ રાજ્ય/કે.પ્રદેશ વિસ્તાર(એકર) ખાલી થયેલ વિસ્તાર (એકર) ટકાવારી
1 ગુજરાત           930.68                  698.34                          75.04%
2 ઉત્તરપ્રદેશ           1,285.11                  585.13                          45.53%
3 તમિલનાડુ           1,954.40                  837.3                          42.84%
4 મધ્યપ્રદેશ             856.55                  305                                  35.61%
5 પંજાબ             543.97                  127.53                          23.44%
6 રાજસ્થાન            2,004.96          425.64                          21.23%
7 મહારાષ્ટ્ર            3,352.39           523.76                          15.62%
8 આંધ્રપ્રદેશ            1,080.10           114.36                          10.59%
9 તેલંગાણા              777.95             64                            8.23%
10 પશ્વિમ બંગાળ      710.94             46.73                            6.57%
11 કર્ણાટક            1,212.86             24                            1.98%

₹ 300 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી થઇ, નગરપાલિકા વિસ્તારોમાં પ્રોસેસિંગ પ્લાન્ટ બનશે
લેગેસી વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીમાં રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારમાં ₹ 201.2 કરોડ જ્યારે 157 નગરપાલિકા વિસ્તારમાં ₹109.6 કરોડ જેટલું મૂલ્ય ધરાવતી જમીન ખુલ્લી થઇ છે. આગામી સમયમાં નગરપાલિકા વિસ્તારની ખુલ્લી થયેલી સાઇટ પર ઘન કચરાના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ બનાવવામાં આવશે જે માર્ચ 2025 સુધીમાં કાર્યરત થઇ જશે.

આ પણ વાંચો...

Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધAhmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget