શોધખોળ કરો

Gujarat Corruption Case: ACBએ IB ઓફિસરને ઝડપ્યો, ફરિયાદી પાસે માંગી હતી 80 હજારની લાંચ

IB Officer Bribery Case Gujarat: સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા અધિકારીને ACBની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

IB Officer Bribery Case Gujarat:  સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા અધિકારીને ACBની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સાણંદ સેન્ટરના સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર કેતન દવેએ ફરિયાદી પાસે પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે સકારાત્મક અભિપ્રાય આપવાના બદલામાં 80 હજારની માંગ કરી હતી. આ લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે ACBની ટીમે ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદી પોતાની કારમાં હાજર હતો ત્યારે જ લાંચિયો અધિકારી ત્યાં પહોંચ્યો હતો. હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા સમયે જ ACBની ટીમે લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. 

મળતી જાણકારી અનુસાર, સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ ACBની ટીમે કેતનને દબોચી લીધો હતો. ફરિયાદીને અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મળતું હતું. આ પોલીસ પ્રોટેક્શનની મુદ્દત વધારવા એટલે કે રીન્યુ કરવા માટે ફરિયાદીએ અરજી કરી હતી. આ સરકારી પ્રક્રિયાના ભાગરૂપે આરોપી કેતન દવેએ આ અરજી પર પોઝિટીવ અભિપ્રાય આપવા માટે ફરિયાદી પાસે 80 હજાર રૂપિયાની લાંચની માંગ કરી હતી. 

ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો

ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે જ્યારે ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા ત્યારે આરોપી કેતન ત્યાં પહોંચ્યો હતો. બાદમાં ગાડીની અંદર જ આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ લાંચની રકમ લીધી તરત જ એસીબીની ટીમ પહોંચી અને આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવને પગલે આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ACB દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.                                                                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget