શોધખોળ કરો

Gujarat New Cabinet: ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં માત્ર બે મહિલાને સ્થાન, બંને રાજ્ય કક્ષાનાં મંત્રી, આ દિગ્ગજ મહિલા નેતાનું નામ ચાલ્યું ને છેલ્લે કપાયું.....

આ મંત્રીમંડળમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાશે તેમને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ તરફથી ફોન આવવા માંડ્યા છે અને અત્યાર સુધી બે મહિલા ધારાસભ્યોને ફોન આવ્યા છે.

અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાશે તેમને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ તરફથી ફોન આવવા માંડ્યા છે અને અત્યાર સુધી બે મહિલા ધારાસભ્યોને ફોન આવ્યા છે.

આ મહિલાઓમાં મોરવાહડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા વડોદરા શહેરનાં ધારાસભ્ય મનિષાબેન વકીલનો સમાવેશ થાય છે. મોરવાહડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા વડોદરા શહેરનાં ધારાસભ્ય મનિષાબેન વકીલને રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવાય એવી શક્યતા છે. ભૂજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવીને કેબિનેટ કક્ષાનાં મંત્રી બનાવાશે એવી વાતો ચાલી હતી પણ હવે એવી ચર્ચા છે કે, ડો. નિમાબેન આચાર્યને વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ બનાવાશે. 

કોણ કોણ બનશે મંત્રી?

નરેશ પટેલ, ગણદેવી, નવસારી
હર્ષ સંઘવી, મજૂરા, સુરત
કિરીટસિંહ રાણા, લીંબડી, સુરેન્દ્રનગર
કનુભાઈ દેસાઇ, પારડી, સુરત
બ્રિજેશ મેરજા, મોરબી
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ઋષુકેશ પટેલ, વિસનગર, મહેસાણા
મુકેશ પટેલ, ઓલપાડ
જગદીશ પંચાલ, નિકોલ
કુબેર ડીંડોર, સંતરામપુર
રાઘવ મકવાણા, મહુવા
પ્રદીપ પરમાર, અસારવા
નિમિષા સુથાર, મોરવા હડફ
મનિષા વકીલ, વડોદરા
જીતુ ચૌધરી, કપરાડા
રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા
જે.વી. કાકડિયા, ધારી
અરવિંદ રૈયાણી, રાજકોટ
દેવાભાઈ માલમ, કેશોદ

ભુપેન્દ્ર પટેલના નવામંત્રીમંડળને લઈને ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને મંત્રી બનવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો ફોન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આ સિવાય કનુભાઈ દેસાઇને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને હર્ષ સંઘવીને પણ મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાવાની છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
Embed widget