GANDHINAGAR : CM ભુપેન્દ્ર પટેલે અમદવાદ અને વડોદરાની 4 TP સ્કીમને મંજૂરી આપી
Gujarat News : આ ચારેય સ્કીમમાં કુલ 11,100 EWS આવાસો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉપલબ્ધ થશે.
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવી નાગરિકો માટે સુખ સુવિધા વૃદ્ધિના કામો સહિત આંતર માળખાકીય કામો ઝડપી બને તેવો અભિગમ અપનાવ્યો છે.આ હેતુસર મુખ્યમંત્રીએ અમદાવાદ અને વડોદરાની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
અમદાવાદ અને વડોદરાની 2-2 TP સ્કીમને મંજૂરી
મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ-AUDA ની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મહાનગરપાલિકાની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
ભૂપેન્દ્ર પટેલે ઔડાની જે બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરી છે તેમાં ટી.પી સ્કીમ 139/એ છારોડી -નારણપુરા-ખોડા અને 139/બી છારોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં વડોદરા મહાનગર પાલિકાની પ્રારંભિક ટી.પી . નંબર 3 સેવાસી અને 55/એ ગોરવા કરોડિયાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ઔડાની 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને વડોદરા મહાનગરપાલિકાની 2 પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ એમ કુલ 4 ટી.પી સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે 12.43 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે
4 TP સ્કીમના મળીને કુલ 11,100 EWS આવાસો બનશે
ઔડાની ડ્રાફ્ટ ટી.પી.૧૩૯ એ માં 3600 અને 139 બી માં 5400 મળી કુલ 9 હજાર EWS આવાસો નિર્માણ થઈ શકશે. વડોદરામાં પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ 3 સેવાસીમા 900 અને પ્રિલીમીનરી ટી.પી. ૫૫ એ ગોરવા કોરડિયા માં 1200 આવાસો બની શકશે. આગામી સમયમાં આ ચારેય સ્કીમ માં કુલ 11,100 EWS આવાસો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉપલબ્ધ થશે.