શોધખોળ કરો

Gandhinagar: શૂન્યથી ત્રણ બિલિયન ડોલર હબ સુધીનું ગુજરાતનું ઓટોમોટિવ ઇવોલ્યુશન, જાણો કેવી રીતે થઈ હતી શરૂઆત

VGGIS 2024: ઓટોમોટિવ હબ બનવા તરફ રાજ્યની સફર 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના સાથે શરૂ થઈ.

 ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. છેલ્લા બે દાયકામાં આવેલું આ અભૂતપૂર્વ પરિવર્તન રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને નવીનતા પ્રત્યેના સમર્પણનો પુરાવો છે. આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ સાથે, ગુજરાત ભારતના ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું રાજ્ય સાબિત થયું છે. ઓટોમોટિવ હબ બનવા તરફ રાજ્યની સફર 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના સાથે શરૂ થઈ, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રોકાણકારોને આકર્ષે છે.

ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રની ઉત્ક્રાંતિ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ સમિટ રાજ્યના સામાજિક-આર્થિક માળખાને પુનઃઆકાર આપવામાં નિમિત્ત બની છે, જે રાજ્યને રોકાણ અને ઈનોવેશન માટે પસંદગીનું સ્થળ બનાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાન્યુઆરી 2024માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ રોકાણ અને ઈનોવેશનના અજોડ હબ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત કરશે.

ગુજરાતના ઓટોમોબાઈલ ઉદ્યોગની સફળતાની ગાથાઓમાં વર્ષ 2011માં ફોર્ડ મોટર્સ દ્વારા તેમના સાણંદ ખાતેના પ્લાન્ટમાં ₹5,000 કરોડના રોકાણનો સમાવેશ થાય છે, જેના કારણે ગુજરાતમાં 3000 નોકરીઓનું સર્જન થયું, તેમજ વર્ષ 2014માં સુઝુકી મોટર્સના ₹14,784 કરોડના મેગા યુનિટનો સમાવેશ થાય છે, જેણે ગુજરાતમાં 9100 નોકરીઓનું સર્જન કર્યું. વર્ષ 2022માં ટાટા મોટર્સે સાણંદમાં સ્થિત ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ હસ્તગત કર્યો. વધુમાં, JETRO સાથે ગુજરાતના સહયોગથી ભારતનો પ્રથમ પ્લગ-એન્ડ-પ્લે પાર્ક એટલે કે જાપાનીઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યો છે. 2017 માં, MG મોટર્સે ₹2000 કરોડના પ્રારંભિક રોકાણ અને વાર્ષિક 80,000 યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા સાથે GM ઇન્ડિયાનો હાલોલ પ્લાન્ટ હસ્તગત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ MGની એકમાત્ર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.

Gandhinagar: શૂન્યથી ત્રણ બિલિયન ડોલર હબ સુધીનું ગુજરાતનું ઓટોમોટિવ ઇવોલ્યુશન, જાણો કેવી રીતે થઈ હતી શરૂઆત

ત્રણ બિલિયન ડોલરના રોકાણો સાથે, માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR) એ ઓટોમોબાઇલના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને અહીંયા મારુતિ સુઝુકી અને હોન્ડા જેવી જાણીતી કંપનીઓ સ્થાપિત થયેલી છે. તે વાર્ષિક 1 મિલિયનથી વધુ વાહનોની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE) એ ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ વચ્ચેના સહયોગની સાક્ષી પૂરે છે. આ નવીન સંયુક્ત સાહસ ઓટોમોટિવ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ગુજરાતમાં સ્થિત iACE એ ઓટોમોબાઈલ સેક્ટરમાં સંશોધન, વિકાસ અને નવીનીકરણ માટેની અદ્યતન સુવિધા છે. તે અત્યાધુનિક ટેકનોલોજીના હબ તરીકે કામ કરે છે, તેમજ ઓટોમોટિવ એડવાન્સમેન્ટ્સ માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપે છે. હંમેશાં શ્રેષ્ઠ જ આપવાની પ્રતિબદ્ધતા સાથે iACE નો ઉદ્દેશ્ય ઉદ્યોગને આગળ ધપાવવાનો તેમજ નવીનીકરણ, ટકાઉપણું અને કૌશલ્ય વિકાસને આગળ વધારવાનો છે અને તેના દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય ઓટોમોટિવ ક્ષેત્રના વિકાસ અને સ્પર્ધાત્મકતામાં યોગદાન આપવાનો છે.

વધુમાં, 2020-21ના નાણાકીય વર્ષમાં 8 લાખ વાહનોની નિકાસ સાથે ગુજરાત ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનેન્ટ્સનું એક નોંધપાત્ર નિકાસકાર બન્યું છે. ઇલેક્ટ્રિક મોબિલિટી તરફના વૈશ્વિક પરિવર્તનને ધ્યાનમાં રાખીને, ગુજરાત ઇલેક્ટ્રીક વાહન (EV)ના ઉત્પાદનને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. રાજ્ય સરકારે EV બેટરી પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા ગ્રુપ સાથે ₹13,000 કરોડના મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સસ્ટેનેબલ મોબિલિટી માટે ભારતની પ્રતિબદ્ધતા સાથે એકીકૃત રીતે સુસંગત થાય છે અને ગુજરાતને EV ઉત્પાદન માટે અગ્રણી હબ તરીકે પ્રસ્થાપિત કરે છે.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં શૂન્યમાંથી 3 બિલિયન યુએસ ડોલરના ઓટોમોટિવ પાવરહાઉસ બનવા સુધીની ગુજરાતની સફર દૂરંદેશી નેતૃત્વ, ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ અને વ્યૂહાત્મક સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. જેમ જેમ ગુજરાત 2024માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટેની તૈયારી તરફ આગળ વધી રહ્યું છે, એક વાત સ્પષ્ટ છે કે ઓટોમોટિવ સેક્ટરમાં રાજ્યની વૃદ્ધિ અને નવીનતાનો માર્ગ સતત આગળ વધતો રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget