Gujarat Second Phase Voting: વડાપ્રધાન મોદીના માતા હીરા બાએ રાયસણની શાળામાં મતદાન કર્યું, સાથે કોણ હતુ?
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીના માતા હીરા બા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કૂલમાં મતદાન કર્યુ હતું. વડાપ્રધાન મોદીના માતા હીરા બાએ રાયસણની શાળામાં મતદાન કર્યું હતું. હીરા બાની સાથે પરિવારના સભ્યો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
Prime Minister Narendra Modi's mother Heeraben Modi casts her vote for the second phase of #GujaratAssemblyPolls in Raysan Primary School, Gandhinagar pic.twitter.com/ZfWcBXWCfI
— ANI (@ANI) December 5, 2022
ચૂંટણી પંચના આંકડા અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામા નવ વાગ્યા સુધીમાં સરેરાશ 4.63 ટકા મતદાન થયુ છે. અમદાવાદના જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 4.20 ટકા મતદાન થયું છે. આણંદ જિલ્લામાં નવ વાગ્યા સુધીમા 4.92 ટકા મતદાન થયું છે. અરવલ્લી જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 5.36 ટકા મતદાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 5.36 ટકા મતદાન થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 4.54 ટકા મતદાન, દાહોદ જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 3.37 ટકા મતદાન થયું હતુ.
14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)