શોધખોળ કરો

Gujarat: ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં આટલી બધી જગ્યાએ છે ખાલી, જીગ્નેશ મેવાણીના સવાલનો સરકારે આપ્યો જવાબ

આજે વિધાનસભા ગૃહમાં અનેક મુદ્દાઓ ગુંજ્યા હતા, નકલી કાંડથી લઇને રાજ્યમાં સરકારી ભરતી અંગેના સવાલો સરકાર સામે મુકાયા હતા

Gujarat Vidhansabha: ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, વિપક્ષ સત્તા પક્ષને સવાલો કરી રહ્યું છે તો સત્તા પક્ષ જવાબો આપી રહ્યું છે. આ અંતર્ગત આજે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને રાજ્યમાં શિક્ષણ વિભાગ અને ખાલી જગ્યાએ અંગે સવાલો કર્યા હતા, જેમાં સરકારે જવાબો આપ્યા હતા. જીગ્નેશ મેવાણીએ ગૃહમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને વર્ગ 2માં ખાલી જગ્યાઓ અંગે સવાલો કર્યા હતા. 

આજે વિધાનસભા ગૃહમાં અનેક મુદ્દાઓ ગુંજ્યા હતા, નકલી કાંડથી લઇને રાજ્યમાં સરકારી ભરતી અંગેના સવાલો સરકાર સામે મુકાયા હતા. કોંગ્રેસી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે ગૃહમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને વર્ગ 2ની ખાલી જગ્યાઓ અંગે સવાલો કર્યા હતા, જેના જવાબમાં સરકારે માહિતી આપી હતી કે, રાજ્યમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને 2ની 473 જગ્યાઓ ખાલી છે, સરકારે જણાવ્યુ કે, 1122ના મહેકમ સામે 473 જગ્યાઓ ખાલી છે, વર્ગ-1ની 140ના મંજૂર મહેકમ સામે 33 જગ્યાઓ ખાલી છે અને વર્ગ-2ની 982 મંજૂર મહેકમ સામે 440 જગ્યાઓ ખાલી હોવાની સરકારે વિગતો આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સવાલ પર સરકારે જવાબો આપ્યા હતા. 

ગૃહમાં ગુંજ્યો 'નકલી કાંડ'નો મુદ્દો, કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ, સરકારે શું આપ્યા જવાબ ?

ગુજરાત વિધાનસભામાં અત્યારે સત્ર ચાલી રહ્યું છે, એક મહિનાના આ શિયાળુ સત્રમાં હાલ સરકાર અનેક પ્રશ્નોના જવાબો આપી રહી છે, ત્યારે આજે કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ફરી એકવાર સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયાસ થયો હતો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં સરકાર સામે નકલી કાંડના મુદ્દાને ઉછાળ્યો હતો, આ મુદ્દા બાદ કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો વળી, આજના દિવસ માટે કોંગ્રેસે ગૃહમાંથી વૉકઆઉટ પણ કર્યુ છે. 

હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ સરકાર સામે પ્રશ્નોત્તરી કરીને જવાબો માંગ્યા હતા, જેમાં આજે વિધાનસભા ગૃહમાં 'નકલીકાંડ'નો મુદ્દો ગુંજ્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા આજે આ મુદ્દે ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ છે. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યો હતો કે, વિપક્ષ પેટા પ્રશ્નો પુછી શકે છે, પણ વર્તન અયોગ્ય છે. કોંગ્રેસ પક્ષના નેતાએ આજના દિવસે સસ્પેન્ડ કરવા દરખાસ્ત પણ કરાઇ હતી, જે પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો. અંતે કોંગ્રેસના હાજર તમામ ધારાસભ્યો આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. વિધાનસભા ગૃહમાં આજે ફરી એકવાર જોરશોરથી નકલી કચેરીકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. આજે કોંગ્રેસી ધારાસભ્યોએ નકલી કચેરીકાંડને લઈને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. આ પછી કોંગ્રેસેના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. 

આજે વિધાનસભા ગૃહમાં હોબાળાની સ્થિતિ જોવા મળી હતી, ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ સામ-સામે નારા લગાવ્યા હતા. એકબીજુ ેનકલીકાંડ બંધ કરોના કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા તો, સામે ભાજપે પણ નારા લગાવીને વિરોધ કર્યો હતો. 

આ તમામ મુદ્દો છોટાઉદેપુરમાં સામે આવેલી નકલી કચેરીનો હતો. આ મામલે સરાકરે જવાબ આપ્યો કે, જે નકલી કચેરીઓ ઝડપાઈ તેની જાણ થતા જ કાર્યવાહી કરાઇ, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાઈ. નાણાની રિકવરી અંગે ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરાશે. આદિજાતિ વિભાગે 21 કરોડની રકમ નકલી કચેરીઓને ફાળવી હતી, 2016-17થી નકલી કચેરી ચાલતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. સરકારના જવાબ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. તેમને નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી કચેરીના નારા લગાવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
'સીધી માથામાં ગોળી મારીશું...' હરિયાણવી ગીતના વિવાદ વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી
'સીધી માથામાં ગોળી મારીશું...' હરિયાણવી ગીતના વિવાદ વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી

વિડિઓઝ

LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
'સીધી માથામાં ગોળી મારીશું...' હરિયાણવી ગીતના વિવાદ વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી
'સીધી માથામાં ગોળી મારીશું...' હરિયાણવી ગીતના વિવાદ વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી
Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ
Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ
Embed widget