New Year: નવા વર્ષની સવારે મુખ્યમંત્રી પટેલે નાગરિકો માટે મંદિરોમાં કરી પ્રાર્થના, પંચદેવ-ત્રિમંદિર, ભદ્રકાળી મંદિરે કર્યા દર્શન
દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તેના ઠીક બીજા દિવસે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે
Gujarati New Year: દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તેના ઠીક બીજા દિવસે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે, વિક્રમ સંવત અનુસાર ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે, આ વખતે મંગળવારે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઇ છે, આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતવાસીઓ માટે ખાસ પ્રાર્થના કરી છે, મુખ્યમંત્રી વહેલી સવારથી જ માતાજી અને ભગવાનના મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા.
નૂતન વર્ષના પ્રારંભે અડાલજ, ત્રિમંદિરે ભગવાન શ્રી સીમંધર સ્વામી સહિત દેવીદેવતાઓના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023
આ અવસરે ઉપસ્થિત સૌ મુમુક્ષુઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી તેમજ સર્વ જીવોના મંગલ અને કલ્યાણની કામના કરી. pic.twitter.com/sUqpbANHFn
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગરમાં આવેલી પ્રસિદ્ધ પંચદેવ મંદિર અને અડાલજમાં આવેલા જાણીતા ત્રિમંદિર પહોંચ્યા હતા, અહીં મુખ્યમંત્રીએ વહેલી સવારે દર્શન-પૂજન કર્યા હતા તેમજ નાગરિકોની સુખાકારી તેમજ સમગ્ર રાજ્ય અને દેશની સર્વાંગી પ્રગતિ હેતુ મંગલ કામના કરી હતી.
વિક્રમ સંવત ૨૦૮૦ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે દર્શન કરી ગુજરાતના લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ હેતુ પ્રાર્થના કરી. pic.twitter.com/Aqof9isnIK
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023
આજના દિવસે મુખ્યમંત્રીએ નૂતન વર્ષમાં નવા સંકલ્પો, નવી ઊર્જા, નવી ચેતના સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પણ વાત કરી હતી, તેમને 'સૌના સાથ, સૌના પ્રયાસ' માટે પ્રતિબદ્ધ થવા નાગરિકોને અપીલ કરી હતી.
ગુજરાતના મારા વ્હાલા ભાઈબહેનો,
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023
આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વિક્રમ સંવત ૨૦૮૦ નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલકામના.
વિઝનરી લીડર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસનો એક… pic.twitter.com/MLej80Q7Qm
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આરતીનો લહાવો પણ લીધો હતો. ગુજરાતની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ થાય અને રાજ્ય સર્વાંગી વિકાસના નવા શિખર સર કરે તેવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી હતી.