શોધખોળ કરો

વા ફરશે, વંટોળ ફરશે, પણ વિજય સુંવાળા કદી નહીં ફરે, ને સાત મહિનામાં તો ફરી ગયા, જુઓ વીડિયો

વા ફરશે, વંટોળ ફરશે, પણ વિજય સુંવાળા કી નહીં ફરે. જોકે, તેઓ સાત જ મહિનામાં ફરી ગયા છે અને આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા મોટા ફટકામાં સોમવારે જાણીતા ગાયક વિજય સુવાળા  આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. આ સમયે તેમનો આપમાં જોડાયા ત્યારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, વા ફરશે, વંટોળ ફરશે, પણ વિજય સુંવાળા કી નહીં ફરે. જોકે, તેઓ સાત જ મહિનામાં ફરી ગયા છે અને આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે.

જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળાનો ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય છે. ઉત્તર ગુજરાતમાં તળપદી ભાષામાં ગીતો ગાતા  વિજય સુવાળા મહેસાણા જિલ્લાના સુવાળાના વતની છે અને અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે. વિજય સુવાળાના પિતા રણછોડભાઈ 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવ્યા હતા અને કીટલી નાંખીને ચા વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. વિજય સુવાળાના પિતાજીએ ટ્રકના ડ્રાઈવર તરીકે પણ નોકરી કરી હતી.  

ઘરની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વિજય સુવાળા ભણી ના શક્યા.  પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે વિજયે એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂપિયા 6500ની નોકરીથી શરૂઆત કરી હતી.

સુવાળાની ગાયક તરીકેની કારકિર્દી અચાનક શરૂ થઈ હતી. વિજયના પિતાના મિત્ર ગોવિંદભાઈ ભરવાડના ઘરે પરિવારનાં લોકો ભજનમાં જતા ત્યારથી ભજનમાં રસ પડવા માંડ્યો હતો ને ઘરે ક્યારેક ગાતા હતા.  એક દિવસ વિજય સુવાળાના મોટા બાપુજીના ઘરે માતાજીના જાતરનો પ્રસંગ હોવાથી માતાજીનો માંડવા હતો ત્યારે સુવાળાએ ગણપતિનું ભજન ગાયું હતું. એ વખતે પરિવારના લોકોએ સુવાળા પર પૈસા ઉડાડ્યા હતા અને ભજનિક રમેશ રાવળે વિજયનાં અવાજના વખાણ કરતાં વિજયને ગાયક બનવાનો વિચાર આવ્યો.

વિજય સુવાળા ભુવાજી હોવાથી શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા ગાતા હતા. સંજય ત્રાગડ નામના મિત્રે વિજય સુવાળાને પ્રોફેશનલ સિંગર બનવાનું સૂચન કરતાં વિજય સુવાળાએ ઉત્તર ગુજરાતનાં તળપદી ભાષામાં ગીતો ગાવાનું શરૂ કર્યું. રણાસણ ગામમાં માતાજીના એક કાર્યક્રમમાં વિજય સુવાળાએ ‘સીદડી તલાવડી’ ગીત ગાયું હતું. આ ગીતનો વીડિયો ઉત્તર ગુજરાતમાં વાયરલ થતા વિજય સુવાળા રાતોરાત લોકપ્રિય બની ગયા અને ઉત્તર ગુજરાતમાં લોકગાયક તરીકે સ્થાપિત થઈ ગયા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યાSabarkantha News: હિંમતનગરમાં બાળતસ્કરી કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget