GANDHINAGAR : હર્ષ સંઘવીએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું
Sports Authority of Gujarat : ગુજરાતના ખેલાડીઓને તમામ સેવાઓ અને યોજનાઓનો લાભ આ બિલ્ડિંગમાંથી આપવામા આવશે.
GANDHINAGAR NEWS : રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ના નવનિર્મિત બિલ્ડિંગ નું લોકાર્પણ કર્યું. મંત્રી હર્ષ સંઘવીએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના બિલ્ડિંગના લોકાર્પણ બાદ અધિકારીઓ સાથે વિભાગ દ્વારા થનારી કામગીરી બાબતે સમિક્ષા કરી હતી.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વર્ષો બાદ ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સ સંદર્ભે બાબતે વહીવટી કામગીરી આ બિલ્ડિંગમાંથી થશે સાથે જ ગુજરાતના ખેલાડીઓને તમામ સેવાઓ અને યોજનાઓનો લાભ આ બિલ્ડિંગમાંથી આપવામા આવશે.
વિકાસનાં પાયાને મજબૂત બનાવતા અને રમતગમત ક્ષેત્રને નવી ઉંચાઈઓ સુઘી પહોંચાડવાના ઉમદા હેતુસર આજરોજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના માનનીય મંત્રી શ્રી @sanghaviharsh જીના વરદહસ્તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નવી વહીવટી કચેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. pic.twitter.com/tfybndRxea
— Sports Authority of Gujarat (@sagofficialpage) August 12, 2022
સાથે જ હર્ષ સંઘવીએ તાજેતરમાં કોંગ્રેસની મહિલા નેતાના નિવેદન બાબતે આડકતરી રીતે જવાબ આપતા કહ્યુ હતું કે ગુજરાતના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં 5 મેડલ મેળવ્યા છે અને આઝાદી પછી ભારતનું કોમનવેલ્થ ગેમ્સનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું અને આવનાર દિવસોમાં ગુજરાતના ખેલાડીઓ ઓલમ્પિક ગેમ્સમાં પણ સારૂ પ્રદર્શન કરી મેડલ મેળવશે.
લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે બુધવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ ના ફેલાવાને રોકવા માટે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેવલવા હેઠળ સાત સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. ગુજરાતમાં રોગના વ્યાપ વિશે અપડેટ આપતી સત્તાવાર રજૂઆતમાં, મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે બુધવારે સવારે રાજ્યમાં લમ્પી વાયરસના 744 નવા કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે રાજ્યના 23 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12માં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.
રોગના ફેલાવાને રોકવા માટે લેવાયેલા પગલાં
આ અંગેની પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે ટાસ્ક ફોર્સ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સારવાર પર નજીકથી નજર રાખી રાખશે અને રોગ વધુ ન ફેલાય તે માટે માર્ગદર્શન આપશે. પ્રેસનોટ મુજબ, 76,154 પશુઓ આ રોગથી પ્રભાવિત થયા છે, જેમાંથી 54,025 સાજા થઈ ગયા છે અને 19,271 સારવાર હેઠળ છે. આ રોગને કારણે અત્યાર સુધીમાં 2,858 પશુઓના મોત થયા છે. અસરગ્રસ્ત પ્રાણીઓને ચેપ ન લાગે તે માટે 31.14 લાખથી વધુ પ્રાણીઓને રસી આપવામાં આવી હતી.
કચ્છની ખરાબ હાલત
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો કચ્છ છે, જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તે પછી બનાસકાંઠા (8,186), દેવભૂમિ દ્વારકા (7,447), જામનગર (6,047) અને રાજકોટ (4,359) આવે છે. કુલ 23 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી, આઠ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત થયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રાણીઓની સારવાર ઝડપી બનાવવા માટે ટોચના અધિકારીઓ સાથે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.