હેડ ક્લાર્ક પેપર ફૂટ્યું હોવાનો ધડાકોઃ ગૃહમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક, કોને કોને હાજર રહેવા ફરમાન?
હવે ગૃહમંત્રીએ બોલાવી તત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
ગાંઘીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયો છે, ત્યારે હવે ગૃહમંત્રીએ બોલાવી તત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. બે કલાકમાં અધિકારીઓને અધિકારીઓને ગૃહમંત્રીની કાર્યાલયમાં પહોંચનાની સૂચના આપી છે. પેપર લીક કાંડમાં અત્યાર સુધીની તાપસ મુદ્દે ચર્ચા થશે.
ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પરીક્ષા માટે ફૂલ પ્રૂફ સિસ્ટમ રાખવામાં ગૌણ સેવા ફેઇલ રહ્યું છે. ફરિયાદ નામ જોગ લખાશે તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે સિવાય ગૌણ સેવા આયોગ ફરિયાદી બનશે કે નહી તે સ્પષ્ટ નથી.
ગૃહ વિભાગના સૂત્રો પાસેથી મેળલી જાણકારી મુજબ આ જ મુદ્દે આજે કેટલાક લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. પેપર લીક કરવાની આશંકા તેમજ લીક થયેલા પેપરને ખરીદનારાઓ અને તેના દલાલો વિરૂદ્ધ આજે પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 17થી વધુ લોકોની પૂછપરછ કરાઈ ચૂકી છે અથવા તો અટકાયત કરાઈ ચૂકી છે. સમગ્ર કાંડમાં બે શિક્ષકોની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ જે કારના નંબરો આપ્યા છે તે કાર માલિકોનો સંપર્ક પણ કરાઈ રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે આ મુદ્દે ફરિયાદ કોણ નોંધાવશે. ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી બનશે કે નહીં તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નહી. તો બીજી તરફ પેપર લીક થયું છે તેવુ પૂરવાર થતુ હોય તે સંજોગોમાં પરીક્ષા રદ કરવી કે નહી તે પણ સ્પષ્ટ નથી. પેપર રદ થયેલુ સત્તાવાર રીતે જાહેર થાય ત્યારબાદ જ આ અંગે નિર્ણય લેવાશે.
યુવરાજસિંહે જેના પર આરોપો લગાવ્યા હતા એ જ વ્યક્તિના નિવાસસ્થાને એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી. યુવરાજસિંહે જેના પર આરોપ લગાવ્યા તે કેતન વાળંદના ઘરે પહોંચતા તેમના પરિવારજનોએ એબીપી અસ્મિતાને જણાવ્યું કે ત્રણ દિવસથી કેતન વાળંદ ઘરે જ નથી આવ્યો. લગ્નમાં ગયેલ કેતન અને તેની પત્ની પરત જ ફર્યા નથી. સાથે જ ક્લિનિક ચલાવતો પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો પણ કેતનના પિતા ભીખાભાઈએ દાવો કર્યો હતો.