શોધખોળ કરો

Amit Shah visits Gujarat: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં અનેક કાર્યોના લોકાર્પણ કર્યા

ગાંધીનગર: જિલ્લાના રૂપાલ સ્થિત વડોદરા એની માતાના પ્રસિદ્ધ મંદિરને આજે એક નવું નજરાણું મળ્યું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે મંદિરના ગર્ભગૃહના દ્વાર અને મૂર્તિની આસપાસના સ્થાનને સોનાથી જડિત કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કર્યું

ગાંધીનગર: જિલ્લાના રૂપાલ સ્થિત વડોદરા એની માતાના પ્રસિદ્ધ મંદિરને આજે એક નવું નજરાણું મળ્યું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે મંદિરના ગર્ભગૃહના દ્વાર અને મૂર્તિની આસપાસના સ્થાનને સોનાથી જડિત કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કર્યું. સાથે સાથે માતાના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મૂળ રૂપાલના બળદેવ પટેલ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું હતું. જેના થકી ગર્ભગૃહને સોનાથી મઢીત કરવામાં આવ્યું છે.  500 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર છ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ બાબતે છે કે રૂપાલ ગામે અમિત શાહનું આદર્શ ગામ યોજના સંદર્ભે લીધેલ દત્તક ગામ છે. જેથી રુપાલ ગામ પ્રત્યે તેમનો વિશેષ લગાવ પણ છે. 

કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની પ્રત્યેક ગરીબ વ્યક્તિને આરોગ્યનો અધિકાર આપ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત સંચાલિત 150 બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. આ હોસ્પિટલથી આ વિસ્તારમાં કામ કરતા દોઢ લાખથી વધુ કામદરો અને નાગરીકોને મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માડવિયા સહિત રાજ્યના મંત્રી, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસ માટે ભૂમિ પૂજન કર્યું. ગાંધીનગરના લેકાવાડા ખાતે યોજાયેલ ભૂમિ પૂજન કાર્યક્રમમાં અમિત શાહે પોતાના આગવા અંદાજમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. જેને લઈને વિદ્યાર્થીઓમાં જુસ્સા ભર્યું વાતાવરણ જોવા મળ્યું અને સભામાં મોદી મોદીના નારા પણ લાગ્યા. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અભ્યાસ માટે માત્ર યુનિવર્સિટી નથી બનાવી પરંતુ વિદ્યાર્થીઓને રોજગાર મળતા થાય તે માટેના પ્રયાસો પણ કર્યા છે.

સાથે સાથે તેમને ભાષાના માધ્યમથી શિક્ષણ આપવા પર ભાર મૂક્યો અને કહ્યું કે આગામી 16 ઓક્ટોબરે તેઓ મેડિકલના અભ્યાસક્રમના પહેલા સેમેસ્ટરના મહેંદી માધ્યમમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેમને એ પણ કહ્યું કે 2047 માં દેશ 100 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરશે, ત્યારે સ્ટેજ પર બેઠેલા પૈકી લગભગ એ સમય કોઈ હોય નહીં પરંતુ તે વખતે સામે બેઠેલા યુવાનોએ જ તેની ઉજવણી કરવાના છે અને તેમાં યોગદાન આપવાનું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

Embed widget