શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 122 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.31 ટકા

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે 122 કેસ નોંધાયા હતા

ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે 122 કેસ નોંધાયા હતા. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 122 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે કોરોનાથી ત્રણ લોકોના મોત થયા હતા.

આજે રાજ્યભરમાં 352 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,09,201 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.31 ટકા  જેટલો છે.

હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 3883 છે. જેમાંથી 23 લોકો વેન્ટિલેટર પર છે. 3860 લોકોની હાલત સ્થિર છે. 809201  લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 10048 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.31 ટકા થયો છે.

કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 11, સુરત 10, રાજકોટ કોર્પોરેશનમાં 7, વલસાડ 4, બનાસકાંઠા 2, ગીર સોમનાથ 4, અમરેલી 5, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 4, વડોદરા 10, આણંદ 1, ગાંધીનગર  1, જામનગર 1, જુનાગઢ 2,  જૂનાગઢ કોર્પોરેશન 3, ખેડા 1, રાજકોટ 3, અરવલ્લી 1, ભરુચ 2, ગાંધીનગર કોર્પોરેશન 2, નવસારી 2, પોરબંદરમાં 3, ભાવનગરમાં  3, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં એક,  કેસ નોંધાયા હતા.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હાલ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 288 લોકોને પ્રથમ ડોઝ અને 20569 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 50992 લોકોને પ્રથમ અને 67166 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં  નાગરિકોમાં 219584 લોકોને પ્રથમ ડોઝ અને 18840 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 

મહત્વનું છે કે ગુજરાતમાં માત્ર છ દિવસમાં વેક્સિનેશન અભિયાનનો ફિયાસ્કો થયો હતો. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોના રસીકરણનો ફિયાસ્કો થયો હતો. કોરોનાની રસીની અછતના કારણે અનેક કોરોના વેક્સિનેશન સેન્ટર બંધ કરવા પડ્યા હતા. અમદાવાદ સહિતના શહેરોમાં કોરોના સેન્ટર બહાર લોકોની લાઇનો જોવા મળી હતી. વેક્સિન ઉપલબ્ધ ન હોવાના સેન્ટર પર બેનર લાગ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

Embed widget