(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીએ ધારાસભ્યો અને મંત્રીઓને શું કરી ટકોર ? જાણો વિગત
ધારાસભ્યો, મંત્રીઓને દર રવિવારે 250 કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજવા પીએમ મોદીએ સૂચના આપી હતી.
Gandhinagar News: પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે ગાંધીનગરસર્કિટ હાઉસમાં ધારાસભ્યો અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે ધારાસભ્યો અને મંત્રીઓને એક્ટિવ રહેવા આપી સૂચના આપી હતી. ઉપરાંત જીવનમાં આગળ વધવું હોય તો એક્ટિવ રહો તેવી ટકોર કરી હતી.
આ ઉપરાંત ધારાસભ્યો મંત્રીઓને દર રવિવારે 250 કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજવા પીએમ મોદીએ સૂચના આપી હતી. વિધાનસભાના ફ્લોર પર કોણ શું અને કેવું બોલે છે તેની જાણ પોતાને હોવાની પીએમએ વાત કરી હતી. વિધાનસભાના ફ્લોર પર બોલો ત્યારે વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે તેવી ટકોર પણ કરી હતી. આ ઉપરાંત કોઈપણ બે વિષયમાં પારંગત બનો તેવી પીએમની ધારાસભ્યોને ટકોર કરી હતી.
આ પહેલા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચાલી રહેલા સેમિકૉન ઇન્ડિયા 2023માં સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, વિશ્વને પણ આજે વિશ્વાસુ ચિપ્સ સપ્લાયરની જરૂર છે. ભારત પર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. ભારત પર રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. ઉદ્યોગ જગતને ભારત પર વિશ્વાસ છે. ભારતમાં ટેક્નોલોજીનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. સેમિ કંડક્ટર સેક્ટરને ભારત પર વિશ્વાસ છે. ભારત પોતાની વૈશ્વિક જવાબદારીને સારી રીતે જાણે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં એક લાખથી વધુ ડિઝાઈન એન્જિનિયર તૈયાર થશે. દુનિયાના સૌથી ઓછા કોર્પોરેશન ટેક્સમાંનો ભારત એક દેશ છે. સરકારે સ્પેશલ ઈન્સેન્ટિવ પણ આપ્યું છે. સેમી કંડક્ટર સેક્ટર માટે ભારતે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. આપની અપેક્ષાઓને અમે સારી રીતે સમજીએ છીએ. મેન્યુફેક્ચરિંગ માટે ૫૦ ટકા ફાયનાન્સિયલ સપોર્ટ મળશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પ્રદર્શની જોવા માટે યુવાનોને મારી અપીલ છે. સેમી કંડક્ટર સેક્ટરમાં રોકાણ કેમ તે અગાઉ સવાલ થતો હતો પરંતુ હવે દુનિયા કહી રહી છે કે સેમી કંડક્ટર સેક્ટરમાં કેમ ન રોકાણ કરીએ. બે વર્ષમાં જ ઈલેક્ટ્રોનિક્સની નિકાસ બે ગણી વધી છે. ભારતમાં બનેલ મોબાઈલની નિકાસ બે ગણી વધી છે. ભારત આજે વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ બનાવે છે અને નિકાસ કરે છે. ભારતમાં 85 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. ભારતમા ૩૦૦ કોલેજ છે જેમાં ચીપ મેન્યુફેક્ચરિંગ પર કોર્સ ચાલે છે. આવનાર દિવસો મા ૧ લાખ થી વધુ ડિઝાઈનર તૈયાર થશે.