શોધખોળ કરો
Advertisement
દારૂ પર ગરમાયું રાજકારણઃ ધાનાણીએ ટ્વિટ કરીને લખ્યું ઝુમતું ગુજરાત, સરકારના જ આંકડા કર્યા જાહેર
ધાનાણી ટ્વિટ કરીને વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોની સંકલિત માહિતી આપતું ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યા મુજબ, રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં રોજના છેલ્લા બે વર્ષમાં દેશી દારૂ 1540,454 લિટર, વિદેશી દારૂની 129,50,463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઈ છે. જેની કિંમત 254,80,92,966 થાય છે.
ગાંધીનગરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવા આપેલા નિવેદન બાદ ઉભું થયેલું દારૂનું દંગલ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને દારૂબંધીને લઈને પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો દારૂ મળ્યો તો વિજય રૂપાણીએ રાજનીતિ છોડી દેવી પડશે. આ કડીમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ટ્વિટ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
ધાનાણી ટ્વિટ કરીને વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોની સંકલિત માહિતી આપતું ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યા મુજબ, રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં રોજના છેલ્લા બે વર્ષમાં દેશી દારૂ 1540,454 લિટર, વિદેશી દારૂની 129,50,463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઈ છે. જેની કિંમત 254,80,92,966 થાય છે.
દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા દિવસ પહેલા કહ્યું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી. તેમના આ નિવેદન પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સાડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું. રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે ત્યાં દારૂબંધી થવી જોઇએ. પરંતુ નશામાં ચૂર એવી કૉંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.'""ઝુંમ્મતુ ગુજરાત""
વાસ્તવિકતા સ્વિકારીને લાજવાનાં બદલે ગાજી રહેલી રાજ્ય સરકારે., છેલ્લા બે વર્ષમાં અઢીસો કરોડનો દારૂ પકડાવીને તેમજ મળતીયાઓ મારફતે ૨૫૦૦૦ કરોડથી વધારેનો "માલ" ગામે ગામની ગલીમાં ઠાલવી અને ગાંધીનાં ગુજરાતને ''ઝુંમ્મતુ'' બનાવી દીધું છે..!#ગુજરાત_બચાવો_અભિયાન. pic.twitter.com/2ljzgBFT1C — Paresh Dhanani (@paresh_dhanani) October 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement