![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lok Sabha: આજે સાંજ જાહેર થઇ શકે છે ભાજપની ત્રીજી યાદી, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો નક્કી, જાણો
ગુજરાતમાં આગામી યાદીમાં ચાર નામો સામેલ થશે, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારોના નામ લગભગ નક્કી થઇ ચૂક્યા છે
![Lok Sabha: આજે સાંજ જાહેર થઇ શકે છે ભાજપની ત્રીજી યાદી, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો નક્કી, જાણો Lok Sabha, Election 2024: BJP Third List Round News, gujarat for lok sabha candidate list will be announced at today evening Lok Sabha: આજે સાંજ જાહેર થઇ શકે છે ભાજપની ત્રીજી યાદી, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો નક્કી, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/19/86e45b640b6d23a3a6e8b709af02f382171082474792377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Election 2024: દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આજે ભાજપ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે, આમાં ગુજરાતની ચાર બેઠકો પરના ઉમેદવારોના નામો લગભગ નક્કી થઇ ચૂક્યા છે, આજે મોડી સાંજે અથવા તો આવતીકાલે યાદી આવી શકે છે.
સુત્રો અનુસાર, ગુજરાતમાં આગામી યાદીમાં ચાર નામો સામેલ થશે, ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારોના નામ લગભગ નક્કી થઇ ચૂક્યા છે. આજે દિલ્હીમાં મળેલી ભાજપની બેઠકમાં પક્ષે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી બાકીના ચાર ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. આ બેઠકમાં સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉમેદવારો નક્કી કરવા માટે મોડી રાત સુધી દિલ્હીમાં બેઠક ચાલી હતી. આ બેઠક બાદ રાજ્યની મહેસાણા, અમરેલીમાં પાટીદાર ઉમેદવારો ઉતારવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં કોળી સમાજના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારાશે. તો વળી, બાકીની ચાર પૈકી બે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકીટ આપવાની પણ વાત સામે આવી છે. આજે આજે મોડી સાંજ સુધીમાં ભાજપ ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આ ઉપરાંત સુત્રો તરફથી જાણવા મળ્યુ છે કે, અમરેલી, મહેસાણા બંન્નેમાંથી એક બેઠક પર મહિલા ઉમેદવારો હશે, અમરેલીથી કડવા પાટીદાર, તો મહેસાણાથી લેઉવા પાટીદારને ટિકીટ મળી શકે છે.
‘હું જીવની બાજી લગાવી લઈશ’, રાહુલ ગાંધીના ‘શક્તિ’વાળા નિવેદન પર પીએમ મોદીનો પ્રહાર
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દક્ષિણમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. તમિલનાડુ અને કેરળમાં રેલીઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા પહોંચ્યા હતા. તેમણે સોમવારે તેલંગાણાના જગતિયાલમાં એક સભાને સંબોધી હતી. સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ઈન્ડિયાગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે શક્તિ વિશે રાહુલ ગાંધીના નિવેદન પર પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમના માટે દરેક માતા અને પુત્રી શક્તિનું સ્વરૂપ છે અને તેઓ તેમની પૂજા કરે છે.
ઈન્ડિયા ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ગઈકાલે, ઈન્ડિયા ગઠબંધન દ્વારા મુંબઈમાં એક રેલી યોજાઈ હતી. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી આ તેમની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ રેલી હતી. રાહુલ ગાંધીના શક્તિના નિવેદન પર, તેમણે કહ્યું, મારા માટે દરેક માતા, પુત્રી, બહેન શક્તિનું સ્વરૂપ છું. હું તેની શક્તિ સ્વરૂપે પૂજા કરું છું. હું ભારત માતાનો ઉપાસક છું. તેમના મેનિફેસ્ટોમાં શક્તિ નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હું આ પડકાર સ્વીકારું છું. આ માટે હું જીવની બાજી લગાવી દઈશ.
PM મોદીએ વધુમાં કહ્યું કે, શું કોઈ શક્તિના વિનાશ વિશે વાત કરી શકે છે? અમે ચંદ્રયાન મિશનની સફળતાને ચંદ્રયાન જ્યાં ઉતર્યું તે બિંદુને નામ આપીને સમર્પિત કર્યું. અમે તે બિંદુનું નામ શિવ શક્તિ રાખ્યું. લડાઈ શક્તિને નાશ કરનારા અને શક્તિની પૂજા કરનારા વચ્ચે છે. મુકાબલો 4 જૂને થશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે અને 13 મેના રોજ તેલંગાણાના મતદાતા ઈતિહાસ લખશે.
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ તેલંગાણાને ATM બનાવી દીધું હતું. અહીંથી લૂંટવામાં આવેલા રૂપિયા દિલ્હી જતા હતા.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું
રવિવારે શિવાજી પાર્ક ખાતે એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઈવીએમ, ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગ વગર લોકસભાની ચૂંટણી જીતી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે લોકો એવું વિચારે છે કે અમે એક રાજકીય પક્ષ સામે લડી રહ્યા છીએ. તે સાચું નથી. અમે એક શક્તિ સામે લડી રહ્યા છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)