Lok Sabha Election Results 2024: ગુજરાતમાં એક સીટ ગુમાવવા પર સી.આર.પાટીલે આપ્યું મોટું નિવદેન, કહી આ વાત
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું, શાંતિપૂર્ણ મતદાન અને મતગણતરી ની પ્રક્રિયા પૂર્ણ થવા બદલ સૌનો આભાર. કમનસીબે થોડી મહેનત ઓછી પડી હશે, અમારી ક્યાંક ભૂલ રહી હશે.
Lok Sabha Election Results 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. આજે 25 બેઠકમાંથી 24 બેઠક પર ભાજપની જીત અને એક પર કોંગ્રેસની જીત થઈ હતી.
સાબરકાંઠા સિવાય બધે જ એક લાખ ઉપરાંતની લીડથી જીત્યા: પાટીલ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું, શાંતિપૂર્ણ મતદાન અને મતગણતરી ની પ્રક્રિયા પૂર્ણ થવા બદલ સૌનો આભાર. કમનસીબે થોડી મહેનત ઓછી પડી હશે, અમારી ક્યાંક ભૂલ રહી હશે. એક સીટ હાર્યા એના કારણો શોધવાનો પ્રમાણિક પ્રયાસ કરીશું. 31000 જેટલા મતથી હાર્યા એના કારણો શોધી પ્રયાસ કરીશું, 1 સીટ હારવાનો અફસોસ છે પણ 24 સાઈટ જીતવાનો આનંદ છે. 4 સીટ 5 લાખથી વધુની લીડ મળી. સાબરકાંઠા સિવાય બધે જ એક લાખ ઉપરાંતની લીડથી જીત્યા છીએ. મતદારોનો આભાર માનીએ છીએ. ભાજપ પર લોકોના ભરોસાની આ જીત છે. રાજકોટમાં થયેલા અગ્નિ કાંડને લઇ અમે કોઈ ઉજવણી કરવાના નથી, અમે એમના દુઃખમાં સહ ભાગી થઈ રહ્યા છીએ.
ગુજરાતમાંથી કોંગ્રેસ (Gujarat congress) માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ (banaskantha seat) પરથી ગેનીબેન ઠાકોરની (geniben thakor) જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે (Shaktisinh Gohil) ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદ પાઠવ્યા હતા. ગેનીબેનના જીતની ઉજવણી થરાદમાં ફટાકડા ફૂટ્યા છે. શંકર ચૌધરીના ગઢ થરાદમાં ગેનીબેન ઠાકોરના વિજયનો જશ્ન મનાવાયો હતો. સરહદીય વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચોઃ
અમરેલીમાં ભરત સુતરિયાએ તોડ્યા તમામ રેકોર્ડ, જેની ઠુંમરની કારમી હાર