શોધખોળ કરો
કચ્છ લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસમાંથી કોણ કોણ લડશે ચૂંટણી લડશે ચૂંટણી?

ગાંધીનગરઃ આગામી 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભા માટે મતદાન થવાનું છે. ત્યારે ભાજપ દ્વારા 16 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કચ્છ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ વખતે ભાજપ દ્વારા વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં વિનોદ ચાવડા કોંગ્રેસના ડો. દિનેશ પરમાર સામે જીત્યા હતા. ગત લોકસભા ચૂટણીમાં વિનોદ ચાવડા અઢી લાખ મતે વિજેતા થયા હતા. ત્યારે વિનોદ ચાવડાની સારી કામગીરીને ધ્યાને લઈને તેમને રીપીટ કરાયા છે. બીજી તરફ કોંગ્રેસે આ વખતે ડો. દિનેશ પરમારની જગ્યાએ નરેશ મહેશ્વરીને વિનોદ ચાવડા સામે મેદાનમાં ઉતાર્યા છે. નરેશ મહેશ્વરી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય છે.
વધુ વાંચો




















