ગુજરાતમાં 2022ની ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ, સરકારની મુશ્કેલી વધશે
રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ થશે તેવા એંધાણ છે. રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે.
ગાંધીનગર: રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ થશે તેવા એંધાણ છે. રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે. ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે. આવતીકાલે 72 સંગઠન એક સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે. જેમા આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય ખાતું સહિત 72 વિભાગના કર્મચારીઓ ભેગા થશે. તમામ વિભાગના કર્મચારીઓની અલગ અલગ માગો સાથે વિરોધ કરશે. સરકારને વારંવાર રજુઆત કરેલી હતી પરંતુ કોઈ નિકાલ ના આવ્યો તેથી આવતીકાલે હજારોની સંખ્યામાં કર્મચારીઓ આવશે. સવારે 10 થી 2 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરશે. આ તમામ કર્મચારીઓની મુખ્ય પાંચ માંગણીઓ છે જેમાં,
1. જૂની પેન્શન યોજના,
2. સાતમા પગાર પંચના લાભો
3. ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી
4. અન્ય કેડરની પણ સરંગ સર્વિસ કરવી
5. અન્ય કેડર ને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું
BOTAD : VHP નેતાને હત્યાની ધમકી આપનાર આરોપી સિરાજની પોલીસે કરી ધરપકડ
BOTAD : બોટાદ શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) ના શહેર પ્રમુખને અપહરણ અને હત્યા કરવાની ધમકી આપનાર સિરાજ ઊર્ફે ખલ્યાણીની પોલીસે ધરપકડ કરી છે. ગત તારીખ 5 મે ના રોજ બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને સિરાજે કારમાં બેસાડી અપહરણ અને હત્યા કરવાની ધમકી આપી હતી. જે બાદ મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સિરાજની ધરપકડ કરી છે.
કારમાં બેસાડી અપહરણ અને હત્યાની ધમકી આપી
બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને ગત તારીખ 5 મેંના રોજ બપોરના ત્રણેક વાગ્યે નાગલપર દરવાજા પાસે નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલ સિરાજ ઊર્ફે ખલ્યાણી દ્વારા કારમાં બેસાડી અને કહ્યું “ગામમા તમે હનુમાનજી મદિર ઉપર લાઉડસ્પીકર બાંધેલા છે. તે ઊતારી લેજો નહિતર કિશન ભરવાડ વાળી થશે અને અમારું શું કરી લેશો? તમને ગાડીમાં બેસાડી તમારૂં અપહરણ કરી જાવ તો મારું કઈ નહીં કરી શકો. તમે બધા અમારા ધ્યાનમાં જ છો માપમાં રેહજો નહિતર જાન નથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે મહેન્દ્રભાઈ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં સિરાજ ઉર્ફે હુસેન ખલ્યાણી રહે-બોટાદ વાળા સામે ફરિયાદ નનોંધાવી હતી છે જેને લઈ બોટાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.