Gandhinagar: આ મેયરનો નવતર પ્રયોગ, પતંગની દોરીના ગુંચળા આપો અને કિલોએ 200 રુપિયા લઈ જાવ
ગાંધીનગર: ઉત્તરરાયણ પુરી થતા જ રોડ-રસ્તા વચ્ચે પતંગની દોરીઓ જોવા મળે છે. જેના કારણે અકસ્માત પણ થાય છે. ચાઈનીઝ દોરી અને કાચના માંઝા પાયેલી દોરીના કારણે ઘણા લોકોને જીવ પણ ગુમાવવો પડે છે.
ગાંધીનગર: ઉત્તરરાયણ પુરી થતા જ રોડ-રસ્તા વચ્ચે પતંગની દોરીઓ જોવા મળે છે. જેના કારણે અકસ્માત પણ થાય છે. ચાઈનીઝ દોરી અને કાચના માંઝા પાયેલી દોરીના કારણે ઘણા લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. ઉત્તરાયણ બાદ આવા નાગરિકો અને પક્ષીઓને ઈજા ન પહોંચે તે માટે ગાંધીનગરના મેયર દ્વારા એક નવકર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
ગાંધીનગરના મેયરે દોરીના ગુચળાના બદલામાં રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ઉત્તરાયણ નિમિત્તે થતાં દોરીના ગુચળાના પ્રતિકિલો મેયર 200 રૂપિયા ચૂકવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા પક્ષીઓ માટે જોખમી બનતા હોય છે. જેના ઉકેલ માટે ગાંધીનગરના મેયર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જોખમી દોરોઓ મેયર કાર્યાલય ખાતે સ્વીકારીને પ્રતિ કિલોના 200 રૂપિયા આપવામાં આવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 13 થી 20 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે.
નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું
ખેડા: જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે. નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.. જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહા ગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું
ગુજરાત ચૂંટણીમાં ભાજપના કયા મહિલા સાંસદે પક્ષ વિરુદ્ધ કર્યુ કામ ?
વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ કરનારાઓની હવે ભાજપે શોધખોળ શરૂ કરી છે. ભાજપની શિસ્ત સમિતિની બેઠક મળી હતી, જેમાં ભાજપ નેતા અશ્વિન કોટવાલે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિરૂદ્ધ ફરિયાદ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી સામે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અશ્વિન કોટવાલને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતાં. ખેડબ્રહ્મા બેઠક પરથી અશ્વિન કોટવાલની માત્ર 1 હજાર 464 મતે જ હાર થઈ હતી. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે દિગ્ગજ નેતા અશ્વિન કૉટવાલ ભાજપમાં જોડાયા ત્યારથી જ હેરાનગતિ શરૂ કરવામાં આવી છે.
ભાજપના કાર્યકર સામે નોંધાયો વ્યાજખોરીનો ગુનો
ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવા તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. આ લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી. જેની સત્યતા ચકાસી તુરંત યોગ્ય પગલા પણ લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ભાજપના કાર્યકર પિન્ટુ રાઠોડ સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. પિન્ટુ રાઠોડ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડનો ભાઈ છે. થોરાળા પોલીસે આકરી કલમ લગાડી દાખલ ગુનો કર્યો છે. પિન્ટુ રાઠોડ એક પરિવારે લીધેલી વ્યાજની રકમ ન આપતાં ધમકી આપતો હતો.





















