Vibrant Gujarat: વાઈબ્રન્ટ ગુજરાત માટે પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી મોબાઈલ એપ, જાણો ક્યારે શરુ થશે સમિટ
ગાંધીનગર: આગામી જાન્યુઆરી-2024માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જો કે, આ વખતે એક પહેલીવાર વાયબ્રન્ટ ગુજરાત માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
ગાંધીનગર: આગામી જાન્યુઆરી-2024માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જો કે, આ વખતે એક પહેલીવાર વાયબ્રન્ટ ગુજરાત માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટના વેબસાઈટ અને બ્રોસર પણ લોન્ચ કરવામાં આવ્યા છે. 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 10થી 12 જાન્યુઆરીના રોજ યોજાશે.
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના લોગો, બ્રોશર, વેબસાઈટ તથા અન્ય પ્રકલ્પોનું લોન્ચિંગ. https://t.co/3nIbo79Aln
— CMO Gujarat (@CMOGuj) September 20, 2023
સીએમ ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટની વેબસાઇટ, મોબાઈલ એપ્લિકશન અને બ્રોસર લોન્ચ કર્યા હતા. આ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલે ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમે્ન્ટ સમિટની સત્તાવાર જાહેરાત કરી હતી.
ગુજરાતમાં 1 હજાર કરોડથી વધુના રોકાણ માટે થયા MoU
આગામી જાન્યુઆરી-2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે વધુ પાંચ MoU સંપન્ન થયા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ 1,095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે.
એટલું જ નહીં, આના પરિણામે આગામી વર્ષમાં 1,230 જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગામી વાયબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજ્યો છે.આ ઉપક્રમમાં જુલાઈ-2023થી અત્યાર સુધીમાં 7 તબક્કામાં કુલ 13,,536 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા છે.
આ MoU સાકાર થતા સમગ્રતયા 50,717 જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે.પ્રતિ સપ્તાહના પ્રારંભે MoU કરવાના આ ઉપક્રમ અંતર્ગત બુધવારે થયેલા પાંચ MoU અવસરે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવઓ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ જોડાયા હતા.