શોધખોળ કરો
Advertisement
ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? ગુજરાતમાં આ તારીખે પડી શકે છે અતિભારે વરસાદ?
હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઈયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ થન્ડરસ્ટોર્મ રહેશે જેથી પ્રથમ 3 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 13થી 15 જૂન સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઈયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી થન્ડરસ્ટોર્મ રહેશે જેના કારણે પહેલા ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.
13 અને 14 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જ્યારે બીજા દિવસે બનાસકાંઠા અને આણંદમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં ભારે પવન સાથે 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના માળીયા તાલુકામાં ખાબક્યો હતો. જૂનાગઢના માળીયામાં 2.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion