શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ વિધાનસભા બેઠક પર ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર નેતાને લાગ્યો કોરોનાનો ચેપ?
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ, તેમના પત્ની જ્યોત્સનાબેન અને પુત્ર પ્રથમ કોરોના સંકમિત થયા છે.
ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. ત્યારે આ બેઠક પર ભાજપમાંથી દાવેદારી કરના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કોરોના થયો છે.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ, તેમના પત્ની જ્યોત્સનાબેન અને પુત્ર પ્રથમ કોરોના સંકમિત થયા છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે અને જણાવ્યું છે કે, હું, મારા પત્ની જ્યોત્સના તથા મારો પુત્ર પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યા છીએ અને ગાંધીનગર સ્થિત ઘરમાં ક્વોરેન્ટાઇન થયા છીએ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે અંગત કાળજી લઈને ડોક્ટર્સની ટીમ મોકલી છે. જે નિયમિત ચેકઅપ કરી રહ્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર.
તેમણે ઉમેર્યું છે કે, છેલ્લા સમયમાં જે મિત્રો મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે કોરોના ટેસ્ટ કરાવી લેવા અથવા થોડો સમય આઇસોલેશનમાં રહેવા વિનંતી છે. આ સંજોગોમાં હું 15 દિવસ જેટલો સમય મોરબી આવી નહીં શકું, જે વિદિત થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement