શોધખોળ કરો

 ગુજરાતના આ ત્રણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો નથી કોરોનાનો એક પણ નવો કેસ

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.રાજ્યમાં ફક્ત ત્રણ જિલ્લા સિવાય તમામ જિલ્લામાં આજે કોરોનાના નવા કેસ નોંધાયા હતા. બોટાદ, ડાંગ અને પાટણ જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો. છેલ્લા 5 દિવસ દરમિયાન કૂદકેને ભૂસકે કોરોના વધ્યો છે. દરરોજ નવા કેસમાં સરેરાશ 1 હજારનો વધારો થઈ રહ્યો છે. તો છેલ્લા 5 દિવસ દરમિયાન દરરોજ દર્દીના મૃત્યુ કેસ પણ નોંધાઈ રહ્યા છે.

બીજી તરફ 860  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,20,383 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.10 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1  મોત થયા છે. આજે 5,01,409 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 5 દિવસ દરમિયાન કૂદકેને ભૂસકે કોરોના વધ્યો છે.  દરરોજ નવા કેસમાં સરેરાશ 1 હજારનો વધારો થઈ રહ્યો છે. તો છેલ્લા 5 દિવસ દરમિયાન દરરોજ દર્દીના મૃત્યુ કેસ પણ નોંધાઈ રહ્યા છે.

  રાજ્યમાં આજે બે શહેરમાં કોરોનાના એક હજાર કરતા  વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 1835  અને સુરત કોર્પોરેશનમાં કોરોનાના નવા 1105 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1835 , સુરત કોર્પોરેશનમાં 1105,  વડોદરા   કોર્પોરેશનમાં 103 , રાજકોટ કોર્પોરેશનમાં 183, આણંદમાં 112, ખેડામાં 66, સુરતમાં 88, કચ્છમાં 77,  ગાંધીનગર કોર્પોરેશનમાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગરમાં 32, જામનગર કોર્પોરેશનમાં 30, જૂનાગઢ કોર્પોરેશનમાં 30, અમદાવાદમાં 27, સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22, દેવભૂમિ દ્વારકામાં 18, મોરબીમાં 18, પંચમહાલમાં 18, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 15, તાપીમાં 14, વડોદરામાં 13, બનાસકાંઠામાં 12, અરવલ્લીમાં 11, મહીસાગરમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, જામનગરમાં ત્રણ, ભાવનગરમાં બે, જૂનાગઢમાં બે નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 14,346  કેસ છે. જે પૈકી 29 વેન્ટીલેટર પર છે, જ્યારે 14,317 નાગરિકો સ્ટેબલ છે. 8,20,383 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10127 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે તાપીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 270 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 9303 લોકોને પ્રથમ અને 30053 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,13,993 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 82,339 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 2,64,433 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,01,409 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,23,36,392 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. બોટાદ, ડાંગ, પાટણમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget