શોધખોળ કરો

Omicron variant in Gujarat : ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા જ ગુજરાત સરકાર એલર્ટ, મુખ્યમંત્રીએ તાત્કાલિક બોલાવી બેઠક

ઓમિક્રોન વાયરસને લઈ આરોગ્ય વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, જય પ્રકાશશિવહરે, રેમ્યા મોહન હાજર છે. 

ગાંધીનગરઃ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમિક્રોનના કેસને લઈને તાત્કાલિક બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિત અધિકારીઓ ઉપસ્થિત છે. ઓમિક્રોન વેરીએન્ટ સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા લેવાનાર પગલાં સંદર્ભે ચર્ચા થશે.

થોડા સમય પહેલા મુખ્ય સચિવે તાત્કાલિક બેઠક બોલાવી હતી. આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ બેઠકમાં હાજર રહ્યા હતા. મુખ્ય સચિવના કાર્યાલય ખાતે બેઠક મળી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે રાજ્યની તૈયારીઓ અંગે મુખ્ય સચિવએ સમીક્ષા કરી હતી. આગામી સમયમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને આરોગ્ય વિભાગ તરફથી આદેશ મળી શકે છે.

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં ગુજરાતમાં પણ ફફાટ ફેલાઇ ગયો હતો. જોકે, આજે ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકો ચિંતિત થઈ ગયા છે. ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે. જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં જ  તંત્ર હરકતમાં આવી ગયું છે અને તકેદારી માટેના તમામ પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે.

ઓમીક્રોન રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ જામનગર કલેકટર ડો.સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે. જ્યારથી આ વ્યક્તિ આવ્યા ત્યારથી જ તકેદારીના ભાગરૂપે ડેન્ટલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેના સંપર્કમાં આવેલ લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા જે ને,ગેટીવ આવ્યા હતા. આજે  ફરીથી તેમના રીપોર્ટ કરવામાં આવશે. હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે.  કન્ટેમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના ઘર આજુબાજુ માઈક્રો કન્ટેમેન્ટ પણ સખ્તાઈથી કરવામાં આવશે.

જામનગરના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી દર્દી આવ્યો હતો.  જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. હાલ તો દર્દીને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે તેમજ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ દર્દી જ્યાં રહેતા હતા ત્યાં સર્વેલન્સની ટીમ મોકલી દેવામાં આવી છે. 

આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ જાહેર થયા છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં લોકોની ચિંતા વધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Embed widget