શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના વધુ એક જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા 100ને પાર, જાણો વિગત
આજના 6 કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ ૧૦૧ કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 75 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 3 લોકોના મોત થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 9216 કેસો છે. આ સિવાય સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં 100થી વધુ કેસો નોંધાયા છે. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક જિલ્લાનો ઉમેરો થયો છે. હવે અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાના કેસો 100ને પાર થયા છે.
આજે ધનસુરા અને બાયડ તાલુકામાં છ કેસ નોંધાયા છે. જેમાં ધનસુરામાં ૨, શિકાકંપામાં ૧, ડાભામાં ૧ને કોરોના થયો છે. જ્યારે સુકાવાટડા અને હેમાત્રાલમાં પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજના 6 કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ ૧૦૧ કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 75 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 3 લોકોના મોત થયા છે.
અન્ય જિલ્લાની વાત કરીએ તો સુરતમાં 1193, વડોદરામાં 726, ગાંધીનગરમાં 193, અને ભાવનગરમાં 114 કેસ નોંધાયા છે. જોકે, આ તમામ જિલ્લામાં અનેક લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે. જેની વિગતો જાણીએ તો અમદાવાદમાં 3130 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 602 લોકોના મોત થયા છે, જ્યારે હાલ 5484 લોકો સારવાર હેઠળ છે.
સુરતમાં 783 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 56 લોકોના મોત થયા છે, જ્યારે 354 લોકો સારવાર હેઠળ છે. વડોદરામાં 463 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 32 લોકોના મોત થયા છે, જ્યારે 231 લોકો સારવાર હેઠળ છે. ગાંધીનગરમાં 82 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 8 લોકોના મોત થયા છે, જ્યારે 103 લોકો સારવાર હેઠળ છે. તેમજ ભાવનગરમાં 84 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 8 લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકો સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion