શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર સચિવાલયના પાર્કિંગમાં કારમાંથી મળી પી.આઈ. પટેલની લાશ, ગોળી વાગવાથી થયું મોત, જાણો શું છે શક્યતા ?
ગાંધીનગર સચિવાયલમાં સલામતી શાખાના પીઆઈએ આપઘાત કરતાં પોલીસ બેડામાં ચકચમાર મચી ગઈ હતી. સચિવાલયના બ્લોક નંબર 2 સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં જ આપઘાત કર્યો હતો
ગાંધીનગર સચિવાયલમાં સલામતી શાખાના પીઆઈએ આપઘાત કરતાં પોલીસ બેડામાં ચકચમાર મચી ગઈ હતી. સચિવાલયના બ્લોક નંબર 2 સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં જ આપઘાત કર્યો હતો. ઘરે ન પહોંચતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
ગાંધીનગરના સરઘાસણ ખાતે આવેલા એક ફ્લેટમાં રહેતા મૂળ બાયડના 41 વર્ષના પી.આઈ પ્રિતેશ જે પટેલ રોજની જેમ સચિવાલયના સલામતી શાખામાં નોકરી જતાં હતાં. પરંતુ ગઈ કાલે નોકરીથી પરત ઘરે ન આવતાં પરિવારજનો ટેન્શનમાં આવી ગયા હતાં. ત્યાર બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પોલીસે તપાસ કરતાં સચિવાયલમાં સલમાતી શાખામાં પહોંચી હતી જ્યાં આવેલા પાર્કિગમાં કારમાં તપાસ કરતાં પીઆઈની લાશ મળી આવી હતી. પોલીસ કારનો દરવાજો ખોલ્યો તો પીઆઈ લોહીલુહાણ હાલતમાં અંદર પડ્યાં હતાં. પીઆઈ પ્રિતેશ પટેલે કારમાં આપઘાત કરી લીધો હતો. પીઆઈએ પોતાની ગાડીમાં જ પિસ્તોલથી ફાયરિંગ કરીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પીઆઈના પરિવારમાં પુત્ર-પુત્રી અને પત્ની છે.
નોંધનીય છે કે, પ્રિતેશ 2008માં પોલીસ સર્વિસમાં જોડાયા હતાં. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવી હતી. મૂળ તેઓ બાયડના વતની છે. હાલ સરગાસણમાં ખાનગી ફ્લેટમાં રહેતા હતા. છથી સાત મહિનાથી ગાંધીનગર સચિવાલય સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. મુળ અરવલ્લીના રહેવાશી ગાંધીનગરના સરઘાસણથી સચિવાલય સુધી અપડાઉન કરતા હતા.
અરાવલ્લીના બાયડના પી જે પટેલ ગાંધીનગર સલામતી શાખામાં બજાવતા ફરજ હતા. બાયડ ખાતેનું મકાન છ મહિના પહેલા વેચી ગાંધીનગર શિફ્ટ થયા હતા. પીઆઇ તેમના પિતાના ઘરથી અલગ રહેતા હતા. પીઆઈના પિતા બાયડ ખાતે તમાકુનો વેપાર કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement