PM MODI GUJARAT VISIT LIVE : PM નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા, જિલ્લાને આપશે અનેક ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પીએમ મોદી સહભાગી થયા છે.
LIVE
Background
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પીએમ મોદી સહભાગી થયા છે. આયુષ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મોરીશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સંમેનલમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે.
આ સંમેલનથી રોકાણની સંભાવનાઓ, આવિષ્કાર, સંશોધન અને વિકાસને તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને સુખાકારી ઉદ્યોગને વેગ મળી શકશે. ગાંધીનગર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ જવા રવાના થશે. પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેશે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1259 કરોડના કામોનુ લોકાર્પણ અને 550 કરોડ જેટલા કામોનુ ખાતમુહૂર્ત કરશે. સભા સ્થળે પોલીસેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સુરક્ષાને લઈ પોલીસ સજ્જ છે. 10 જેટલા IAS ઓફીસર વ્યવસ્થામા રહેશે. પોલીસ-3 હજાર કરતા વધુ હોમગાર્ડ તેમજ જી.આર.ડી-700 , SP-12, DYSP-36, PI-100 , PSI-300 , RANG IG & IGP તથા spg ,ચેતક કમાન્ડો ,તેમજ NSG કમાન્ડો ની 1 -1 ટીમ હાજર રહેશે . સમગ્ર ડોમને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામા આવ્યું.
PM નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા, જિલ્લાને આપશે અનેક ભેટ.
દાહોદના ખરોડ ગામે આદિવાસી સંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં રેલવે વર્કશોપમાં અંદાજે 20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર 9 હજાર હોર્સ પાવરની ઈલેક્ટ્રિક લોકો મોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કરશે. પીએમ દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને 21 હજાર 809 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. દાહોદમાં 1 હજાર 29 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 20 હજાર 50 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહૂર્ત કરશે. સંમેલનમાં 2 લાખથી વધુ લોકો હાજર રહેશે તેવો દાવો કરાયો છે.
WHOના વડાને પીએમ મોદીએ આપ્યું ગુજરાતી નામ, તુલસીભાઈ
કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમની દીકરી બાબતે એક વાત કહેવા માંગુ છું. કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિની દીકરીની બ્રેન ટ્યુમરની સર્જરી થઈ જેના કારણે આંખો થી દેખી શકતી ન હતી. ભારતમા આયુર્વેદિક ઉપચાર બાદ તેની આંખોની દ્રષ્ટી પાછી આવી. WHOના વડાને પીએમ મોદીએ આપ્યું ગુજરાતી નામસ તુલસીભાઈ. વિશ્વ આરોગ્ય સંસ્થા ના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે હું આજે જે કંઈ છું તેમાં ભારત ના શિક્ષકોનો હાથ છે મારા શિક્ષકો ભારતીય છે. એમણે કહ્યું હું ગુજરાતી થઈ ગયો છું, મારૂ નામ ગુજરાતી રાખો.મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમી પર ગુજરાતી નાતે તુલસીભાઈ નામ આપ્યું છે.
ભારત આયુષ માર્ક બનાવવા જઇ રહી છે
ભારતમા હર્બલનો ખજાનો છે. હિમાલય એના માટે જાણીતું છે જે એક ગ્રિન ગોલ્ડ છે. મેડિકલ પ્લાન્ટ ના ખેડૂતો માર્કેટ સાથે જોડાય આયુષના પોર્ટલ થકી જોડાવવા કામ થઈ રહ્યું છે. આયુષ પ્રોડક્ટ બનાવતી કંપનીઓને આયુષ નું ઉત્પાદન કરતા ખેડૂતો સાથે જોડવા કામ થઈ રહ્યું છે. પીએમ મોદીનો મોટી જાહેરાત. ભારત આયુષ માર્ક બનાવવા જઇ રહી છે. ભારતમાં બનાવાયેલ ક્વોલિટી આયુષ પ્રોડક્ટ પર આ માર્ક લગાવામાં આવશે. આયુષ પાર્ક બનાવમાં આવશે. આયુષમા રીસર્ચ અને એનાલીસીસ માટે આયુષ પાર્ક બનશે. ભારત નજીકના સમયમાં આયુષ વિઝા આપવાની શરૂઆત કરશે. જે વિદેશી નાગરિકો ભારત આવી ને આયુષ સારવાર લેવા માંગતા હોય તે તેણે આ આયુષ વિઝા આપવામાં આવશે.
ભારતના સ્ટાર્ટઅપ નો સ્વર્ણિમ યુગ શરૂ થઈ ચૂક્યો છેઃ મોદી
કોરોના સમયગાળામાં હળદરનું એક્સપોર્ટ ઘણું વધી ગયું હતું. આયુષ સ્મિતનો વિચાર કોરોના સમયમાં મને આવ્યો હતો. કોણ કલ્પના કરી શકે કે આટલી જલ્દી મેડ ઇન ઇન્ડિયા કોરોના વેકસીન આપડે વિકસિત કરી શક્યા. પહેલા જ આમાં અભૂતપૂર્વ તેજી જોઈ રહ્યા છે. ૨૦૧૪ પહેલા આયુષ સેક્ટરમા ૩ બીલીયન ડોલર કરતા ઓછું હતું જે ૧૮ બીલીયન ડોલરને પાર કરી ગયું છે. ભારતના સ્ટાર્ટઅપ નો સ્વર્ણિમ યુગ શરૂ થઈ ચૂક્યો છે
વિશ્વને રોગ મુક્ત બનાવવા માટે આ સમીટ ફાયદારૂપ બનશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્પિચ ગુજરાતીમા આપી, સ્પિચ ગુજરાતીમા શરૂ કરતા ઉપસ્થિત લોકોએ તાળીયોથી વધાવ્યા. વિશ્વને રોગ મુક્ત બનાવવા માટે આ સમીટ ફાયદારૂપ બનશે. આ સમિટ ને ગુજરાતમાં આપવા માટે પીએમ નો આભાર. આયુવેદ શેત્રા ભારત નું પરમપ્રરાગત ઉપચાર ક્ષેત્ર રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન પ્રિવેન્ટિવ મોડિસિનને સ્વીકાર્યું. આયુર્વેદિક ના અસરકારકતા પર લોકોએ મહામારી દરમિયાન વિશ્વાસ મુક્યો.