શોધખોળ કરો
કોંગ્રેસના MLA પદેથી રાજીનામું આપનારા બીજા નેતાએ પણ કર્યો ભાજપમાંથી ટિકિટ નક્કી હોવાનો દાવો, કોણ છે આ નેતા ને ક્યારે ભરશે ફોર્મ?
અબડાસા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાનારા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ ટિકિટ પાક્કી હોવાનો અને 15મી ઓક્ટોબર ને મંગળવારે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર વાનો દાવો કર્યો છે.

ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ધારી બેઠક પર જે.વી. કાકડિયાએ પોતાનું નામ જાહેર થઈ ગયું હોવાનું અને 15મી ઓક્ટોબરે ફોર્મ ભરવાનો દાવો કર્યા પછી અન્ય એક નેતાએ પણ ભાજપમાંથી ટિકિટ નક્કી હોવાનો દાવો કર્યો છે. અબડાસા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાનારા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ ટિકિટ પાક્કી હોવાનો અને 15મી ઓક્ટોબર ને મંગળવારે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર વાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, તેમણે વધુ લીડથી જીતવાનો પણ દાવો કર્યો છે.
તેમણે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, મંગળવારે ફોર્મ ભરવાનું છે. એટલે અમારી ફૂલ તૈયારી છે. જીતની પૂરેપૂરી આશા છે. એનું કારણ છે, હું કોંગ્રેસમાં હતો તો પણ મારા વિસ્તારના લોકોના કામો થયા છે. તેમજ લોકોના વધુમાં વધુ કામ થાય તે માટે હું ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસના મતદારો પણ મને વોટ આપશે તેવા પણ દાવો કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, મારા વિસ્તારના તમામ લોકોના મેં કામ કર્યા છે. હું જ્ઞાતિ કે જાતી જોઈને કામ નથી કરતો. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન મારા સમાજના જ બે ઉમેદવારો હતા. લોકોના કામ થાય તે માટે હું ભાજપમાં જોડાયો છું.
જે.વી. કાકડિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારી બેઠક પર ભાજપમાંથી તેમનું નામ ડિક્લેર થયું છે, ત્યારે પ્રચાર કરવા માટે નીકળ્યો છું. એબીપી અસ્મિતાએ ફરીથી ઉમેદવારી અંગે પૂછતાં તેમણે નામ ફાઇનલ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. લોકોને ખૂબ ઉત્સાહ છે. મને જીતાડવા માટે લોકો સતત મહેનત કરે છે. જે.વી. કાકડિયાએ આગામી 15મી ઓક્ટોબરે સવારે 11 વાગ્યે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરવાનો દાવો પણ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, મારા તમામે તમામ ગામોમાં હું જઈ આવ્યો છું. બધા સિટીનો પણ કોન્ટેક્ટ ચાલું છે. બે દિવસમાં આખા વિસ્તારનો એક રાઉન્ડ પૂરો થઈ જશે. બીજો રાઉન્ડ પણ ચાલું થઈ ગયો છે. મારા બૂથમાં બધેય ખાટલા બેઠકો પણ ચાલું થઈ ગઈ છે. કોંગ્રેસમાં હતો એ કરતા સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. મેં વ્યક્તગત રીતે કામ કર્યું છે અને ભાજપ મોટી પાર્ટી છે. પાર્ટીના તમામ કાર્યકરો મારી સાથે છે. એટલું જ નહીં, કોંગ્રેસના મિત્રો પણ સાથે હોવાનો દાવો કર્યો હતો. તેમણે જીતની આશા પણ વ્યક્ત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
