શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 61 લાખ મધ્યમ વર્ગીય પરિવારોને રૂપાણી સરકારની મોટી ભેટ, 7 મેથી શું મળશે વિના મૂલ્યે? જાણો વિગત
ગુજરાત સરકાર ગરીબોને તો વિના મૂલ્યે ઘઉં, ચોખા, દાળ અને ખાંડ આપી જ રહી છે. હવે રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારોને પણ તેનો લાભ આપવાનો નિર્ણય વિજય રૂપાણી સરકારે કર્યો છે.
અમદાવાદઃ ગુજરાત સરકાર ગરીબોને તો વિના મૂલ્યે ઘઉં, ચોખા, દાળ અને ખાંડ આપી જ રહી છે. હવે રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારોને પણ તેનો લાભ આપવાનો નિર્ણય વિજય રૂપાણી સરકારે કર્યો છે. ગુજરાતના 60મા સ્થાપના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરીબી રેખાની ઉપરના એટલે કે એબોવ પોવર્ટી લાઈન (એપીએલ) હોય તેવા 61 લાખ મધ્યમવર્ગીય પરિવારોને પણ રાહત આપવાની જાહેરાત કરી છે.
રૂપાણીએ જાહેરાત કરી છે કે, લૉકડાઉનને કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં લઈને પરિવાર દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ વિનામૂલ્યે વિતરણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આગામી 7 મેથી ૧12 મે સુધીમાં આ વિતરણ કરવામાં આવશે.
ગુજરાતના લગભગ 3 કરોડ લોકોને તેનો લાભ મળવાનો અંદાજ છે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એપીએલ કાર્ડધારકોને આ જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ આપવામાં આવશે. ગુજરાતમાં કોઇ નાગરિકને ભૂખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે આ નિર્ણય લીધો છે અને આ અનાજ વિતરણનો અંદાજે રૂપિયા 200 કરોડનો ખર્ચ રાજ્ય સરકારને થશે તેવી જાહેરાત પણ રૂપાણીએ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement