શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
છોટાઉદેપુર: ક્વાંટ-પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ, ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો વિગત
છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ, પંચમહાલના હાલોલમાં 6 ઈંચ, પાવી જેતપુરમાં 6 ઈંચ, છોટાઉદેપુરમાં 5.5 ઈંચ, આણંદમાં 2.8 ઈંચ, જાંબુઘોડામાં 2 ઈંચ અને વડોદરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો
![છોટાઉદેપુર: ક્વાંટ-પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ, ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો વિગત Six Inch Heavy Rainfall in kavant and Pavijetpur on today છોટાઉદેપુર: ક્વાંટ-પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ, ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/07150001/Rain-Valsad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડીરાતથી જ અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ, પંચમહાલના હાલોલમાં 6 ઈંચ, પાવી જેતપુરમાં 6 ઈંચ, છોટાઉદેપુરમાં 5.5 ઈંચ, આણંદમાં 2.8 ઈંચ, જાંબુઘોડામાં 2 ઈંચ અને વડોદરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં ઘણી જગ્યાએ 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. જોકે 3 દિવસ બાદ ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ત્યાર બાદ બે દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)