શોધખોળ કરો

રાજ્યના GIDCના લઘું ઉદ્યોગોને રાજ્ય સરકારે મદદ કરી, 'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ' હેઠળ 963 કરોડની આપી સહાય લૉન - બળવંતસિંહ રાજપૂત

ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ  હેઠળ ગુજરાતમાં રાજ્ય સરકારે તા.૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૨૧૨ એકમોને ૯,૬૩,૮૬,૮૫,૭૪૪/-ની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે

ગાંધીનગરઃ તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં GIDCમાં કાર્યરત નાના-લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ ૨૦૦૯માં આ 'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ' સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ પ્રકારની વિવિધ યોજનાના પરિણામ સ્વરૂપે આજે ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત મોડેલ દેશભરમાં પ્રચલિત થયું છે. 

ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ  હેઠળ ગુજરાતમાં રાજ્ય સરકારે તા.૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૨૧૨ એકમોને ૯,૬૩,૮૬,૮૫,૭૪૪/-ની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે તેમ અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ દ્વારા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

ઉદ્યોગ મંત્રી રાજપૂતે પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ નવા પ્રોજેક્ટ અને કાર્યરત પ્રોજેક્ટના વિકાસ- વિસ્તૃતકરણના હેતુથી ૧૦ વર્ષના સમયગાળા માટે સહાય આપવામાં આવે છે. જેમાં તાલુકા-૦૧, તાલુકા-૦૨ અને તાલુકા-૦૩ એમ ત્રણ કેટેગરીમાં ગ્રાન્ટ- સબસીડી આપવામાં આવે છે. આ હેઠળ ઉદ્યોગ એકમોને જમીન, નવીન બિલ્ડીંગ, નવીન મશીનરી-સાધનો, ડિઝાઇન વગેરે ક્ષેત્રે રોકાણ માટે નિયમો મુજબ સહાય કરવામાં આવે છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પશુપાલન કરતા લોકો માટે ખુશખબર! આર્થિક સહાયને લઈને રાજ્ય સરકારે આપ્યું મોટું નિવેદન

વિધાનસભા ગૃહ ખાતે ડેરી ફાર્મ સ્થાપના યોજના અંગે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ખેતી સાથે પૂરક રોજગારીની તકો ઉભી થાય તે ખૂબ જ જરૂરી છે. પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અમલમાં મૂકાઈ છે.

મંત્રી પટેલે વિગતો આપતા ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા આ યોજનાને અવિરત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ ૨૮ અરજીઓ મંજૂર કરાઇ હતી, અને લાભાર્થીઓને આશરે રૂ. ૨૧.૭૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધનને પ્રોત્સાહન આપવા દેશી ગાયોના ડેરી ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ સહાય પણ આપવામાં આવે છે. ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના હેઠળ કુલ છ ઘટકો હેઠળ વિવિધ સહાય ચૂકવવામાં આવે છે.

 યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત પણે ખરીદવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો નથી. જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં  પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

નેનો યુરિયા અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું કે, દાણાદાર યુરિયાના વપરાશથી આ ખાતરમાં રહેલા નાઇટ્રોજન તત્વનો ૩૦ ટકા જેટલો જથ્થો ભેજ સાથે જમીનમાં ઉતરી જાય છે અને જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. હવામાં ઉડી જતા નાઇટ્રોજનનો વ્યય અટકાવવા માટે ખેડૂતોને નેનો યુરિયા વપરવા માટે પ્રેરીત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, નેનો યુરિયાની ૫૦૦ મિલી.ની એક બોટલ, ૪૫ કિગ્રાની એક બેગ યુરિયા બરાબર છે. નેનો યુરિયાથી ખાતરોના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકે છે તેમજ કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મુલ્યમાં વધારો થાય છે.

મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી. પાકની સીઝન દરમિયાન યુરિયા ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવામાં આવે છે. રાજ્યમાં એક-બે જગ્યાએ નિશ્ચિત કારણોસર ખાતર પહોંચવામાં મોડું થયું છે, પરંતુ અછત સર્જાઈ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ખેડૂતોની ચિંતા કરી ખાતરનો જથ્થો સમયસર મંજૂર કરે છે અને જથ્થો ઉપલબ્ધ પણ કરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
Embed widget