શોધખોળ કરો

Gandhinagar: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક આંદોલનના મંડાણ, જાણો હવે કોણે ચડાવી સરકાર સામે બાયો

ગાંધીનગર: એક તરફ હજુ ગાંધીનગર સહિત રાજ્યભરમાં આંદોલનનો માહોલ માંડ માંડ શાંત પડ્યો છે તેવામાં રાજ્યની સરકારી ડીગ્રી અને ડિપ્લોમા કોલેજના અધ્યપકોએ ફરી પોતાની માંગણીઓને લઈને વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે.

ગાંધીનગર: એક તરફ હજુ ગાંધીનગર સહિત રાજ્યભરમાં આંદોલનનો માહોલ માંડ માંડ શાંત પડ્યો છે તેવામાં રાજ્યની સરકારી ડીગ્રી અને ડિપ્લોમા કોલેજના અધ્યપકોએ ફરી પોતાની માંગણીઓને લઈને વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે. રાજ્યની સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં સુત્રોચાર અને પ્રતિક ઉપવાસ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. થોડા દિવસો અગાઉ ટેકનિકલ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી સાથે તેમની બેઠક યોજાઇ હતી. જેમાં તેમને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણા આપી હતી પરંતુ હજુ સુધી તેમના પડતર પ્રશ્નો અંગે કોઈ સમાધાન થયું નથી.

તેમનું કહેવું છે કે દિવસેને દિવસે રાજ્ય સરકાર વિવિધ વિભાગના કર્મચારીઓની માંગણીઓને સંતોષી રહી છે ત્યારે માત્ર તકનીકી શિક્ષા સાથે જોડાયેલા લોકોને જ અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે ? આ અગાઉ અધ્યાપક દ્વારા 17મી ઓક્ટોબરથી પ્રતિક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગે બેઠક માટે બોલાવ્યા બાદ તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું જેને લઇને રાજ્યની 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજના 1500થી વધારે અધ્યાપક હોય આજે વિરોધ નોંધાવ્યો.

રાજયની સરકારી એન્જીનીયરિંગ અને પોલીટેકનિક કોલેજના અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કીમ એટલે કે જેને ગ્રેડ પે તરીકે ઓળખવામાં આવે છે, તે વર્ષ 2016 બાદ આપવામાં નથી આવી. આ માટે તેઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પેપર અને કોન્ફરન્સ અટેન્ડ કરતા હોય છે પરંતુ છતાંય તેઓને આ લાભ આપવામાં નથી આવી રહ્યો. આ ઉપરાંત એડહોક પ્રોફેસરમાંથી જીપીએસસી મારફતે નોકરીએ લાગતા પ્રોફેસરની નોકરી સળંગ ગણવામાં આવે, ઉચ્ચ શિક્ષણ માટે પ્રતિનિયુક્તિ દરમિયાન પૂરો પગાર આપવા માટે અધ્યાપકો માંગ કરી રહ્યા છે.

ઈમ્પેક્ટ ફીને લઈને ગુજરાત સરકારે બહાર પાડ્યો

ઈમ્પેક્ટ ફીને લઈને આજે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. મંત્રી જીતુ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી છે. અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. આ અંગે વાઘાણીએ કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન ન થાય અને જનતાને ફાયદો થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 1-10-2022 પહેલાંના બાંધકામોને જ સરકારની આ જાહેરાતનો લાભ મળશે. શહેરી વિસ્તારોમાં આ નિર્ણય લાગુ થશે. મંત્રી વધુમાં કહ્યું કે, રેરાના કાયદાના કિસ્સામાં આ વટહુકમ લાગુ નહીં પડે. આ ઉપરાંત 50 ટકા પાર્કિંગ ફરજીયાત રહેશે. આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળમાં ઈમ્પેક્ટ ફીની રકમ જમા થશે. ઈમ્પેક્ટ ફીની રકમમાંથી જે તે શહેરમાં આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે ખર્ચાશે આ રૂપિયા. ઈ પોર્ટલ પરથી આવતી કાલે ઓનલાઈન અરજી અને ફી ભરી શકાશે.
 
ઈમ્પેક્ટ ફીના દર રાજ્ય સરકારે નક્કી કર્યા

રહેણાંક અને અનઅધિકૃત બાંધકામ માટે ફી નિયત કરવામાં આવી છે. 50થી 100 ચો.મી. સુધી 6 હજાર ફી નિયત કરાઈ છે. 100થી 200 ચો.મી. સુધી 12 હજાર રૂપિયા ફી નિયત કરવામાં આવી છે.વાણિજ્યક અનઅધિકૃત બાંધકામ માટે ઈમ્પેક્ટ ફીના રહેણાંક કરતા બમણા નક્કી કરાયા છે. આ ઉપરાંત અરજી કરવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અરજીની તારીખથી 6 મહિના સુધીમાં અરજી મંજુર કે નામંજુર કરવામી રહેશે.

દિવાળી પહેલા ગુજરાત સરકારે જાણો લોકોનું શું આપી મોટી ભેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget